ખમ્મા મારા નંદજીના લાલ

ખમ્મા મારા નંદજીના લાલ! મોરલી ક્યાં રે વગાડી..

હું તો સુતી’તી મારા શયન ભવનમાં,
સાંભળ્યો મેં મોરલીનો સાદ, મોરલી ક્યાં રે વગાડી..
ખમ્મા મારા નંદજીના લાલ! મોરલી ક્યાં રે વગાડી..

ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી,
ભૂલી ગઇ હું તો સાન ભાન, મોરલી ક્યાં રે વગાડી..
ખમ્મા મારા નંદજીના લાલ! મોરલી ક્યાં રે વગાડી..

પાણીડાંની મશે જીવણ જોવાને હાલી,
દીઠા મેં નન્દજીના લાલ, મોરલી ક્યાં રે વગાડી..
ખમ્મા મારા નંદજીના લાલ! મોરલી ક્યાં રે વગાડી…

દોણું લઇને ગૌ દોહવાને બેઠી,
નેતરાં લીધા હાથ, મોરલી ક્યાં રે વગાડી…
ખમ્મા મારા નંદજીના લાલ! મોરલી ક્યાં રે વગાડી..

વાછરું વરાહે મેં તો છોકરાંને બાંધ્યાં,
નેતરાં લઇને હાથ, મોરલી ક્યાં રે વગાડી…
ખમ્મા મારા નંદજીના લાલ! મોરલી ક્યાં રે વગાડી..

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *