મૈત્રીભાવનું પવિત્ર ઝરણું

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે

ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે
આ સંતોના ચરણ કમલમાં મુજ જીવનનું અર્ધ્ય રહે

દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે
કરુણાભીની આંખોમાં થી અશ્રુનો શુભ સ્રોત વહે

માર્ગ ભૂલેલા જીવનપથિકને માર્ગ ચીંધવા ઊભો રહું
કરે ઉપેક્ષા એ મારગની  તો પણ સમતા ચિત્ત ધરું

મૈત્ર્યાદિ આ ચાર ભાવના હૈયે ગુણીજન જે લાવે
વેરઝેરના પાપ તજું ને મંગલ ગીતો એ ગાવે

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયા માં વહ્યા કરે
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *