મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સરજનહારા રે પળ પળ તારા દરશન થાયે દેખે દેખનહારા રે
નહીં પૂજારી નહિ કોઈ દેવા નહીં મંદિર ને તાળા રે નીલ ગગન માં મહિમા ગાતાં ચાંદો સૂરજ તારા રે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સરજનહારા રે પળ પળ તારા દરશન થાયે દેખે દેખનહારા રે
વર્ણન કરતાં શોભા તારી થાક્યા કવિગણ ધીરા રે મંદિર માં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરાં રે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સરજનહારા રે પળ પળ તારા દરશન થાયે દેખે દેખનહારા રે
હું એ જ છું જેને તમે બધા ઓળખો છો અને હું એ પણ છું જેને તમે કોઇ ઓળખતા નથી! દિલથી અમદાવાદી અને મુડથી થોડોક મસ્તીખોર એવો એક સામાન્ય ભારતીય નાગરિક જે અહી ગુજરાતી ભાષામાં સર્જાયેલી સુંદર રચનાઓ ભેગી કરીને ઉમેરતો રહે છે.
કોપી-પેસ્ટ મારું મુખ્ય કામ છે અહીયાં એટલે હું લેખક તરીકે તો ન કહેવાઉ; પણ બધું મારા દ્વારા ઉમેરવામાં આવ્યું હોવાથી આ વેબસાઇટની સિસ્ટમ મને જ લેખક સમજે છે! (બિચારી વેબસાઇટ સિસ્ટમ, તેને મારી કાબેલીયત ખબર ન હોય ને..)