શ્રી કૃષ્ણ શરણમ્ મમ

શ્રી કૃષ્ણ શરણમ્ મમ, શ્રી કૃષ્ણ શરણમ્ મમ..
કદમ કેરી ડાળી બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ..

જમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ
વ્રજ ચોર્યાસી કોસ બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ

કુંડ કુંડ ની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ
કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ

ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ
વૃન્દાવનમાં વ્રુક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ

ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ
કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ

વ્રજભૂમિના રજકણ બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ
રાસ રમંતી ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ

ધેનું ચરાવત ગોપો બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ
વાજાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ

શરણાઈ ને તંબૂર માં બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ
નૃત્ય કરંતી નારી બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ

કેસર કેરી ક્યારી બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ
આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ

ચૌદ લોક બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ
ચંદ સરોવર ચોકે બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ

પત્ર પત્ર શાખાઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ
આંબો લીંબુને જાંબુ બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ

વનસ્પતિ હરિયાળી બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ
જતીપુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ

મથુરજી ના ચોબા બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ
ગોવર્ધન શિખરે બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ

ગલીગલી ગહવરવન બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ
વેણું સ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ શરણમ્ મમ

શ્રી કૃષ્ણ શરણમ્ મમ, શ્રી કૃષ્ણ શરણમ્ મમ,
શ્રી કૃષ્ણ શરણમ્ મમ, શ્રી કૃષ્ણ શરણમ્ મમ..

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *