સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ…

સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ..
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી…

વાંઝિયાનો મેણો ટાળી રમવા રાજકુમાર દે માં,
ખોળાનો ખુંદનાર દે..
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં,
પ્રિતમજીનો પ્યાર દે..
નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ,
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી…

કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે,
આદ્યશક્તિ માં પાવાવાળી પીડા જનમ જનમની હરશે…
દૈ દૈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ,
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *