મહેંદી રંગ લાગ્યો

કંઠે રૂપ નું હાલરડું ને આંખે મદ નો ભાર
ઘૂંઘટ માં જોબન ની જ્વાળા ઝાંઝર નો ઝણકાર
લાંબો છેડો છાયલ નો ને ગજરો ભારો ભાર
લટક મટકતી ચાલ ચાલતી જૂઓ ગુર્ઝરી નાર
અરે ભાઈ જૂઓ ગુર્ઝરી નાર

મહેદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે,
મહેંદી રંગ લાગ્યો…

નાનો દિયરીયો લાડકોને (2)
કંઈ લાવ્યો મહેંદી નો છોડ રે..
મહેંદી રંગ લાગ્યો..
મહેદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે…

વાટી ઘૂંટી ને ભર્યો વાટકો ને (2)
ભાભી રંગો તમારા હાથ રે
મહેંદી રંગ લાગ્યો..
મહેદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે…

હે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી (2)
અરે બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
અરે તન છોટુ પણ મન મોટું છે
ખમીરવંતી જાતિ અરે ભલે લાગતો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી
મહેદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે…

હાથ રંગી ને વીરા શું રે કરું રે.. (2)
એનો જોનારો પરદેશ રે
મહેંદી રંગ લાગ્યો..
મહેદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *