વાગે છે રે, વાગે છે..
વૃંદાવન મોરલી વાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે…
તેનો નાદ ગગનમાં ગાજે છે..
વૃંદાવન મોરલી વાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે…
વૃંદા તે વનને મારગડે જાતાં..
દાણ દહીંના માગે છે,
વૃંદાવન મોરલી વાગે છે…
પીળાં પીતાંબર જરકસી જામા..
વહાલાને પીળો તે પટકો સાજે છે,
વૃંદાવન મોરલી વાગે છે…
કાને તે કુંડળ, મસ્તકે મુગટ..
વહાલાના મુખ પર મોરલી બિરાજે છે,
વૃંદાવન મોરલી વાગે છે…
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
થૈ થૈ થૈ થૈ નાચે છે,
વૃંદાવન મોરલી વાગે છે…
અમે સૂતાં’તાં ભર નિદ્રામાં,
નણદલ વેરણ જાગે છે. વૃંદાવન…
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
દર્શનથી ભીડ ભાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે…
~ મીરાંબાઈ