પાંદડું લીલું ને રંગ રાતો

પાંદડુ લીલું ને રંગ રાતો,
હે જી મારી મહેંદીનો રંગ મદમાતો…
પાંદડુ લીલું ને રંગ રાતો..

ભુલી રે પડી હું તો રંગના બજારમાં,
લાગ્યો મને રંગ કેરો છાંટો,
પાંદડુ લીલું ને રંગ રાતો..

રેશમની કાયા તારી જાણે લજામણી,
લટકંતી લટ્ટો તારી ભુલ રે ભુલામણી,
રૂપને ઘેરીને બેઠો ઘુંઘટનો છેડલો..
વાયરાની લહેરમાં લહેરાતો,
પાંદડુ લીલું ને રંગ રાતો..

રંગરસિયા જરા આટલેથી અટકો
દિલને લોભાવે તારા લોચનનો લટકો
વારી વારી થાકી તો યે છેલ રે છબીલા તુ તો
અણજાણે આંખમાં છુપાતો,
પાંદડુ લીલું ને રંગ રાતો..

~ અવિનાશ વ્યાસ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *