હે તને જાતા જોઈ પનઘટ ની વાટે,
મારું મન મોહી ગયું,
હે તને જાતા જોઈ પનઘટ ની વાટે…
તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારું મન મોહી ગયું,
હે તને જાતા જોઈ પનઘટ ની વાટે ..
કેડે કંદોરો ને કોટમાં દોરો,
કેડે કંદોરો ને કોટમાં દોરો
તારા લહેરિયા ની લાલ લાલ ભાતે..
મારું મન મોહી ગયું..
હે તને જાતા જોઈ પનઘટ ની વાટે…
બેડલું માથે ને મહેંદી ભરી હાથે,
તારી ગાગર ની છલકાતી છાંટે..
મારું મન મોહી લીધું
હે તને જાતા જોઈ પનઘટ ની વાટે…
રાસે રમતી આંખ ને ગમતી
રાસે રમતી આંખ ને ગમતી
પૂનમ ની રઢિયાળી રાતે
મારું મન મોહી ગયું..
હે તને જાતા જોઈ પનઘટ ની વાટે…