વ્હાલમની વાતો કંઈ વહેતી કરાય નહીં..

વ્હાલમની વાતો કંઈ વહેતી કરાય નહીં,
હળવેથી હૈયા ને હલકું કરાય નહીં..

ગુનગુનતા ભમરાને કીધું કે દૂર જા,
કળીઓના કાળજામાં પંચમનો સૂર થા,
ફોરમના ફળિયામાં ફોગટ ફરાય નહીં,
વ્હાલમની વાતો કંઈ વહેતી કરાય નહીં..

કુંજ કુંજ કોયલડીને શીદને ટહુકતી,
જીવન વસંત ભરી જોબનિયે ઝૂકતી,
પાગલની પ્રીતિ કંઈ અમથી કરાય નહીં,
વ્હાલમની વાતો કંઈ વહેતી કરાય નહીં…

પાગલની આગળ આ અંતર ને ખોલવું,
બોલ્યું બોલાય નહીં એવું શું બોલવું,
ઘેલાની ઘેલછાથી ઘેલા થવાય નહીં,
વ્હાલમની વાતો કંઈ વહેતી કરાય નહીં..

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *