ગરબા એટલે માત્ર એક નૃત્ય નહીં, પણ ગુજરાતના હૃદયનો ધબકાર છે. નવરાત્રીની રાત્રે, રંગબેરંગી ચણિયાચોળી અને કેડિયામાં સજ્જ થઈ, ઢોલના તાલે અને તાળીઓના તાલથી વર્તુળાકારે ઘૂમવું એ માતાજીની ભક્તિ, ઉમંગ અને ઉલ્લાસનો એક અનોખો ઉત્સવ છે. ગરબાનો દરેક રાઉન્ડ માત્ર એક કદમ નથી, પરંતુ જીવનના ચક્રનું પ્રતીક છે. અહીંયા રાઉન્ડ લગાવવો શક્ય નથી પણ વાંચીને ઝૂમી જરૂર શકો છો!


