પરિચયઃ પુરું નામ હરીન્દ્ર જયંતીલાલ દવે. અલગ ક્ષેત્રમાં રસ હોવાના લીધે અમેરીકન સંસ્થાની પ્રતિષ્ઠિત નોકરી છોડીને પત્રકારત્વમાં જોડાયા. ઉપરાંત કેટલાક સામાયિકોમાં તંત્રી તરીકે જવાબદારી પણ નિભાવી.
તેઓએ નવલકથા, નાટક, કવિતા, નિબંધ વગેરે ક્ષેત્રે સુંદર રચનાઓથી ગુજરાતી સાહિત્યને સમૃધ્ધ બનાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે.
