. . .
– ગઇ કાલે ખરીદવામાં આવેલ નવું ઉપકરણ ; Samsung GALAXY Tab 2
– એન્ડ્રોઇડ ડિવાઇસ સાથે આ મારો પ્રથમ અંગત પરિચય ગણાશે. (હેલ્લો એન્ડ્રોઇડ !!)
– HTC નું ME Tab સારું (અને ઘણું સસ્તુ) છે પણ તેમાં સિમકાર્ડની (એટલે કે મોબાઇલ) સુવિધા અને સેમસંગ જેવી મજા ન હોવાથી પસંદગીનો કળશ ઉપરના ‘ટેબ’ ઉપર ઢોળવામાં આવ્યો. (કળશ ઢોળવામાં આવ્યો ત્યારે તેમાં પાણી નહોતું એટલે અહી નુકશાનના કોઇ સમાચાર નથી. 😉 )
– ટેબ સાથે કંઇક તો કરવું જ જોઇએ તે ન્યાયે તેમાં ફેસબુક, whatsapp, Tample Run તથા કેટલીક નાની-મોટી એપ્લીકેશન ડાઉનલૉડ કરી છે. (અત્યારે ‘TempleRun’ માં દોડાદોડ ચાલું છે.)
– ટેબ ની ખાસિયત, ખામી અને ખુબીઓ ની નોંધ થોડા અનુભવ પછી કરવામાં આવશે. (અત્યારે તો બધુ મસ્ત-મસ્ત લાગે છે.)
– અને હવે સૌથી ખાસ વાત – આ ટેબ મેડમજીને અર્પણ કરવામાં આવે છે. (સપ્રેમ ભેંટ !!)
. . .