. . .
– લાગણીઓમાં વધારે તણાઇ જવા કરતાં પ્રેક્ટિકલ બનવું પ્રમાણમાં વધુ સારું લાગે છે. (કમસેકમ તમારા નિર્ણયોમાં કોઇ દખલ તો ન કરી શકે.)
– ફાઇનલી, ‘બગીચાના માળી’ની ફેસબુક પ્રોફાઇલ નિષ્ક્રિય કરી દેવામાં આવી છે. આગળની બન્ને પોસ્ટ (તા-૧૧/૩ અને ૧૨/૩ ) બાદનો આ છેલ્લો નિર્ણય.. (પણ.. મિત્રોની લાગણીઓ તો હંમેશા દિલમાં રહેવાની….)
– ‘મારો બગીચો‘ પેજ સલામત રહેશે. (આ રીતે ફેસબુક મિત્રોની વચ્ચે પણ રહીશ) જો કે આ પેજનો ઉપયોગ માત્ર અહી ઉમેરાતી માહિતીની જાણકારી આપવા પુરતો મર્યાદિત રહેશે. (તે માટે વર્ડપ્રેસની ઓટો-પોસ્ટનું સેટિંગ કરી દેવામાં આવ્યું છે.) અને કોઇ ફેસબુક મિત્રો ઇચ્છે તો મને ત્યાં મેસેજ દ્વારા કે પેજ પર પોતાની વાત પોસ્ટ કરી શકે છે.
– આજના દિવસના ખાસ ન્યુઝ : સચીનની સદીની સદી પુરી થઇ.. ભાઇ શ્રી ને અભિનંદન. (હાશ, હવે ઘણાં લોકોને કોઇ નવું કામ મળશે તો કોઇને ચર્ચા માટે નવો ટોપિક શોધવો પડશે.)
– આજે દેશના નાણાંમંત્રી શ્રી પ્રણવ મુખર્જી દ્વારા બજેટ રજુ કરવામાં આવ્યું અને બજેટ અંગે સવારે સરસ ધમાધમ શરૂ થઇ હતી પણ સચીનભાઇની સદી પાછળ બધુ ભુલાઇ ગયું. (ચલો, આ બહાને લોકોનું જે બે ઘડી દુઃખ ઓછું થાય તે પણ સારું જ છે ને..)
– થોડા સમય પહેલા સચીન પર માછલા ધોતા લોકો આજે તેને માથે ચડાવીને નાચશે. (ભલે નાચતા.. ખુશી તો હોય જ ને… બી પોઝિટીવ યાર !!)
– માર્ચ મહિનાની શરૂઆત થાય એટલે આખો બિઝનેસ જાણે ‘નર્વસ-નાઇન્ટી’માં એન્ટર થયો હોય એવી હાલત થાય. નવા ક્લાયન્ટ્સ કે કસ્ટમરમાંથી ટાઇમ કાઢીને કાગળીયાની દુનિયામાં ખોવાવું પડે. (આખુ વર્ષ ગમે એટલી કાળજી રાખો પણ માર્ચ મહિનો દોડધામ વગર પુરો ન જ થાય.)
– ઘણી સુંદર ભાવના સાથે ‘નિષ્યંદન’ નામનું સામાયિક શરૂ કરનાર સંપાદક શ્રી યોગેશભાઇ વૈદ્ય (રહે.-વેરાવળ, ગુજરાત) સાથે અમદાવાદમાં રૂબરૂમાં મુલાકાત કરીને ઘણો આનંદ થયો. જેમને સાહિત્ય ઉપરાંત કવિતા કે ગઝલ પ્રત્યે લાગણી હોય તો ચોક્કસ તેમના બ્લૉગની મુલાકાત લેવા જેવી છે. (આ બીજા વ્યક્તિ છે જેમની સાથે રૂબરૂ મુલાકાત કરી.)
– બે દિવસ પહેલા BSNL માં થયેલા અનુભવ વિશે કંઇક લખવું હતું.. પણ આજકાલ નેગેટીવ વાતો ઘણી થઇ જાય છે એટલે થયું કે તેનો ફરી કયારેક વારો લઇશ. આજે આટલું બસ છે.
. . .