તેની હથેળીમાં હજી મારું નામ છે…

. . .

પ્રેમનો એ કેટલો સારો અંજામ છે,

એના દિલમાં હવે બીજાનું નામ છે..

કેમ કરી ઝખ્મોં ને રુંજાવા દઉ હું,

એણે દિધેલા બહુ મોંઘા ઇનામ છે..

પથ્થર ગણી એ ભલે ઠોકર મારે મને,

મારે તો એ જ ઇશ્વર અને એ જ ચારે ધામ છે..

સૌ કહે એ ક્યારની ભુલી ગઇ મને,

પણ તેની હથેળીમાં હજી મારું નામ છે !!

. . .

( સરસ મનગમતા સંદેશ- via – sms )

.

વાત તો કંઇક હું કહેવા ચાહુ છું…

વાત તો કંઇક હું કહેવા ચાહુ છું,
પણ નામ ‘એનું‘ આવે છે ને અચકાઉ છું.

જીવન તો કર્યું છે કયારનુંયે તેના નામે,
બધા જાણે છે.. પણ હું અજાણ્યો થાઉ છું.

સમય તો ઘણો વહ્યો છે.. અમારી પ્રિતમાં,
છતાંયે પ્રેમ જતાવવાનો આવે છે ને હું શરમાઉ છું.

મારા પ્રેમનો સ્વીકાર એણે પુરા દિલથી કર્યો હતો,
પણ.. તે તરછોડી દેશે એ વિચારે આજેય ગભરાઉ છું.

લોકો ભલે ને નીરખે બગીચાના માળીને શંકાથી,
મારી લાગણીને ઉછેરી હું તેને ખુશીથી લણવા દઉ છું.

લી. બગીચાનો માળી

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે,
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે..

ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં..
‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે..

ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર,
કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે..

ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ,
મળો એ શખ્સને.. ને સાવ સાધારણ મળી આવે..

ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસમાર પેટીમાં,
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે..

હિતેન આનંદપરા