તાઃ ૧૧-૯-૨૦૧૧
. . .
– ઇન્દીરા બ્રીજ પાસે ગણેશ વિસર્જનમાં આજે લગભગ ત્રણ કલાક ફસાવવાનો દુ:ખદ (અને અતિ ત્રાસદાયક) અનુભવ થયો.
– અસહ્ય ટ્રાફિક, અશિસ્ત, અતિશય ઘોંઘાટ, બિભત્સ નૃત્ય, અશ્લિલ ગીતો, નશામાં પાગલ ભક્તોની વાહનચાલક તથા પોલિસ સાથેની અસભ્ય વર્તણુક અને ભક્તિનો ઓવરડોઝ એ આજના ગણપતિ વિસર્જનના મુખ્ય અંશ હતા. (બીજુ એવુ પણ ઘણુ બધુ છે જે અત્યારે અહી ઉમેરવું યોગ્ય નથી લાગતું.)
– (કહેવાતા) ભકતો દ્વારા છાંટવામાં આવેલા ગુલાલ અને રંગોથી મારી ગાડીના હાલ પણ બેહાલ થઇ ચુકયા હતા. એ તો ભલુ થજો વરસાદનું કે સમયસર વરસીને મારો થોડો ગુસ્સો શાંત કર્યો.
– આખા પ્રસંગમાં કંઇ ગમાડવા લાયક ન લાગ્યું, ઉલ્ટાનું સમય-શક્તિ તથા પેટ્રોલ-ડિઝલ જેવા બહુમુલ્ય મર્યાદિત સ્ત્રોતનો ખોટો વ્યય ઘણો ખુચ્યો. મારા ગાંધીનગર ફિલ્મ જોવા જવાના પ્લાન પર સૌથી વધારે ગુસ્સો ત્યારે આવ્યો જ્યારે ફિલ્મ શરુ થવાના સમયે ભક્ત-લોકો માર્ગ આપે તેની રાહ જોતો હું ગાડી બંધ કરીને ચુપચાપ બેઠો હતો. ( ન આગળ જઇ શકાય, ન પાછા જઇ શકાય..)
– ગણપતિદાદાના ભકતો અને ગણપતિ વિસર્જન પ્રત્યેની મારી નફરતમાં હવે ઘણો વધારો થઇ ગયો છે એટલે બગીચાના મુલાકાતીઓ ને નમ્ર વિનંતી કે આ બાબતે મને એટલિસ્ટ બે દિવસ સુધી છંછેડશો નહી. (એમાંય ગણપતિના ભકતો ખાસ દુર રહે…..)
. . .