- અણ્ણાજી એ સરકાર પાસે જે મનાવ્યું તેની જીતની ઉજવણી પતાવી. (હજુ મનમાં સરકારના ઇરાદાઓ અંગે શંકા છે.)
-
વરસાદ આ વર્ષે ઘણો લાંબો ચાલ્યો છે. સામાન્ય રીતે આ સમયે વરસાદના પાણી ઉતરી જતા હોય છે.
-
મેડમજી આજે મારી માટે એક સરપ્રાઇઝ ગીફટ લાવ્યા છે! આ ગીફટ આપવાનું કારણ સમજાયુ નથી પણ તેની પાછળ તેનો કોઇ ‘માસ્ટર પ્લાન’ જરુર હશે. (જવા દો ને.. આમ પણ આ લેડીઝ લોકો ના દિમાગને અત્યાર સુધી વૈજ્ઞાનિકો પણ પુરુ સમજી શકયા નથી ત્યાં મારા જેવા પામર જીવની શી વિસાત ? )
-
અગાઉ ની પોસ્ટમાં બ્લોગના મુળ વાતાવરણ (Theme) અંગે સુધારાનો જે પ્રસ્તાવ સુચવવામાં આવ્યો હતો તે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. (વોટિંગમાં માત્ર હું જ હતો અને મે મારા પક્ષમાં વોટ આપ્યો છે ! )
-
નવું વાતાવરણ કેવું લાગે છે તે અંગે આપનો નિષ્પક્ષ અભિપ્રાય આપજો. (તમને જે લાગે તે… પણ મને તો ગમે છે.)
-
મારી સાથે ઘણી ખુશીથી જોડાયેલ એક મિત્રએ મને તેના ફ્રેન્ડ લિસ્ટ માથી ચુપચાપ કાઢી નાખ્યો છે. (તેનું કારણ તો તે જ જણાવી શકે….પણ મને તેનુ ઘણું દુઃખ થયું છે.)
-
આમ તો નવા સંબંધો બાંધવામાં ગમે એટલી ચોકસાઇ રાખીએ છતાંયે કયાંક તો ભુલ થઇ જ જાય છે. હવે ઘણું સાચવીને આગળ વધીશ.
-
ધંધાકીય કામકાજ હવે ખુલવા લાગ્યા છે એટલે હવે વળી નવરાત્રી-દિવાળીની તૈયારીઓ માં જોતરાવું પડશે. 🙂
-
ઘરમાં સામાન્ય તાવનો (અને તેની દવાઓ નો) સ્વાદ વારાફરતી બધાએ ચાખ્યો, હવે તે સ્વાદ પડોશીઓ ચાખી રહ્યા છે. (એમાં અમારો કોઇ વાંક નથી, એ તો જેવુ જેનુ નસીબ.)
અને છેલ્લે…
- બે દિવસ સરકારી રજા છે પણ મારી ઓફિસ ચાલુ છે એટલે ધંધે લાગેલા રહેવું પડશે. સરકારી ઓફિસ અને બેન્ક બંધ હોવાથી આમ તો દિવસ રજા જેવો જ રહે છે.
- સરકારી લોકો માણજો અને..
-
મારા જેવા લોકો પોતાનું કર્મ કરવામાં માનજો… આવજો..
- મળતા રહીશું..