આમ તો મને હાલની ભારતની ક્રિકેટ ટીમ પર ઘણો ભરોસો છે પણ કયારેક ખબર નહી કેમ આ ટીમ બીચારી બની જાય છે એ સમજાતુ નથી…
આયર્લેન્ડ સામેની ભારતની જીત ભલે થઇ હોય પણ ભારતની જીત તેની મહત્વકાંક્ષાને છાજે તેવી ના કહેવાય.
જો કે ઇંગ્લેન્ડ જેવી ટીમને હરાવ્યા બાદ એ પણ માનવું પડે કે આયર્લેન્ડની ટીમમાં કંઇક ખાસ જરુર છે અને એ અપસેટના કારણે તો ધોનીએ કહ્યું હતુ કે અમે આઇરીશ ટીમને સરળતાથી નહી લઇએ. ભારત તરફથી બોલીંગમાં ઝહીર અને યુવરાજ સફળ રહ્યા પણ તેની સામે બીજા કોઇ બોલર ચાલ્યા જ નહી. જે રીતે બેટીંગ લાઇનપ વિખેરાઇ ગઇ તે જોતા હજુ વધુ પરિપકવતાની જરુર હોય તેમ જણાય છે.
ધોનીની ટીમમાં વિશ્વ-વિજેતા બનવાની લાયકાત જરુર છે પણ હાલના સંજોગોમાં તે લાયકાતને માત્ર લાયકાત જ ગણવી પડે તેમ છે. હવેની લગભગ દરેક મેચ માં ભારત તરફથી કોઇ સારા પ્રદર્શનની આશા જરુર રહેશે. ૨૫ માર્ચ ના દિવસે નેધરલેન્ડ સામેની ક્રિકેટ-મેચમાં ધોનીના ધુરંધરોને વધુ મહેનતની જરુર નથી લાગતી પણ હવે વિશ્વ-કપની કોઇ પણ મેચને સરળ ના સમજવી જોઇએ. આમ પણ ભારતીય ટીમ પર લોકોને અને ખાસ મને ઘણી આશાઓ છે.