~ લગભગ એક વર્ષ પહેલા છેલ્લી ફોટો અપડેટ હતી. આજે ઘણાં દિવસે યાદ આવ્યું કે બીજું લખવાનો સમય ન હોય તો એકાદ ફોટો અપડેટ કરી દેવાય. (એમાં કાંઇ કોઇ ખોટું ન લગાડે.)
~ ઉપર હેડીંગમાં લખ્યું છે એમ આજે સામાન્ય ફોટો અપડેટ નથી. સ્કુલમાં કરાવવામાં આવતી એક્ટીવીટીઝ અને તેની પાછળ મેડમજીની મહેનતની નોંધ લેવા માટે આજની અપડેટ્સમાં ખાસ ફોટો ઉમેરવામાં આવ્યા છે. (આ બહાને મેડમજી પણ ખુશ થશે.)
~ આજે માત્ર વ્રજની ફોટો અપડેટ છે. નાયરા અભી બાકી હૈ મેરે દોસ્ત…. (નાની છે એટલે તેને ભુલી ગયા છીએ એમ ન સમજવું; તેના માટે પણ એક અલગ પોસ્ટ બનાવવામાં આવશે.)
# ગ્રીન ડે..
~ વ્રજને દ્રાક્ષનો ઝુમખો બનાવ્યો હતો. (અથવા તો તેને ઝુમખો જ બનાવ્યો છે એવું તેની મમ્મીનું માનવું છે. કેટલીક બાબતોમાં અમે ખોટી તકરાર કરતા નથી.)
# જન્માષ્ઠમી ડ્રેસીંગ
~ વ્રજને સ્કુલના કોઇ કાર્યક્રમમાં રાધા સાથે ડાન્સ કરવા માટે સ્પેશીયલી સિલેક્ટ કરવામાં આવ્યો હતો અને સાથે-સાથે ડ્રેસીંગ કોમ્પીટીશન પણ ખરું! અરે હા, આ દિવસે અમારા આ કનૈયાનો જન્મદિવસ પણ હતો. (આ ડ્રેસ પહેરવા વ્રજ રેડી થયો એ જ અમારા માટે મોટી વાત હતી.)
![]()
~ કહેવાની જરૂર તો નથી લાગતી છતાંયે મારી નોંધ માટે ઉમેરું છું કે વ્રજ બંને ડ્રેસીંગમાં ફર્સ્ટ આવ્યો છે!



![31મી વાર્ષિક ગાથા [170609] a person](https://i0.wp.com/marobagicho.com/wp-content/uploads/2017/06/lonely-person.jpg?fit=210%2C104&ssl=1)

