ચંપા!

– ઘણાં સમય પહેલા જણાવ્યા મુજબ આજે વ્રજના ફોટો મુકવામાં આવી રહ્યા છે. (કયારે જણાવ્યું’તુ અને તેનો કેટલા દિવસે અમલ થાય છે તેની શોધખોળ કરવા માટે સંશોધકોને છુટ આપવામાં આવે છે. – લિ.હુકમથી)

– આ ફોટોવાળી વાતની શરૂઆત તેને (એટલે કે વ્રજ ને) ‘ટકું’ કરાવ્યું ત્યારે થઇ હતી અને પછી ટકાટક ફોટો મુકવાની જાહેરાત પણ કરી હતી. આજે અમે તે વચન પુરું કરી રહ્યા છીએ. (જોયું! અહી દરેક જાહેરાતનો અમલ કરવામાં આવે છે! એક અન્ય જાહેરાત: ચુટણીમાં આપનો કિમતી વૉટ અમને જ આપજો. જાહેરાત પુરી.)

– હવે વધારે બકબક (અહીં સમજો કે, લખ-લખ) કરવા કરતાં ફોટો જલ્દી મુકી દેવો ઠીક લાગે છે. (નહી તો વળી બધા મનેય માઇક પકડીને લાંબા-લાંબા ભાષણ ઠપકારતા નેતા જેવો ગણી લેશે.)

*સાઇડટ્રેક: તમને એમ નથી લાગતું કે આજકાલ મારી વાતોમાં રાજકારણની અસર વધારે હોય છે?… (તમારું તમે જાણો, મને તો લાગે છે.)

# આ રહ્યા ફોટો’ઝ : (ફોટોને ગુજરાતીમાં છબી કહેવાય! – #જાણકારી)

DSC_0289 (2)-001DSC_0290-001DSC_0296 (1)-001DSC_0296 (2)-001

– કાલે બપોરે નાગપુર જવાની ટ્રેન છે, ત્યાં અઠવાડીયાનો પ્રસંગ પતાવવાનો છે, બધું પેકિંગ બાકી છે, બીજું પણ ઘણુંબધું કામ પેન્ડીંગ છે અને મેડમજી તો પીયર છે. (હવે તમે સમજી શકો છો કે મારી હાલત કેવી હશે.)

– ઓકે તો…. એક અઠવાડીયું આખા અમદાવાદને આપ સૌના ભરોસે છોડીને જઉ છું, સાચવજો. (આ મજાક નથી.)

___________________________

*આ પોસ્ટના ટાઇટલ વિશે લગભગ બધા જાણતા હશે, છતાંયે જો કોઇને તે અંગે કુતુહલ હોય તો તે અહીં ખાંખા-ખોળા જાતે જ કરી લે. (જુની પોસ્ટને શોધીને લીંક કરવાનો હમણાં સમય નથી.)

દિવાળી-સ્પેશીયલ પોસ્ટ !

– બે દિવસ પછી દિવાળી છે એટલે દિવાળી સ્પેશીયલ પોસ્ટ તો હોવી જ જોઇએ ને.. (એમ તો આ પહેલા એક ‘નવરાત્રી સ્પેશીયલ પોસ્ટ‘ હોવી જોઇતી’તી પણ આ તો એવું છે ને કે જે ભુલાઇ ગયું હોય તે વિશે હવે કંઇ કહી ન શકાય.)

– આપ સૌ મુલાકાતીઓ તથા દુર બેઠા મારા શબ્દોને વાંચીને માણી લેતાં (અને સહન કરી લેતા) સર્વે સજ્જનો (અને સન્નારીઓ) ને દિવાળીની ઘણી-ઘણી શુભેચ્છાઓ!

– આજકાલના અપડેટ્સ વિશે શોર્ટમાં કહેવું હોય તો એમ કહી શકાય કે મોજમાં દિવસો વિત્યા છે ને મસ્તીમાં રાત વીતી છે. (આ વર્ષે પ્રથમવાર એક દિવસ સિવાય આખી નવરાત્રી ઘરે આરામ કરવામાં જ કાઢી નાખી બોલો.)

– હમ્મ્મ્મ, આ તો ઘણી નાની પોસ્ટ થાય એમ લાગે છે. ઓકે, તો ટેણીયાના થોડા ફોટો પણ ઉમેરી દઉ છું.

– અરે ટેણીયાથી યાદ આવ્યું, થોડા દિવસ પહેલા તેને શરદી-તાવ-કફ એટલા વધી ગયા’તા કે ડોક્ટરે એક્સ-રે જોઇને ન્યુમોનીઆની અસર હોવાનું જણાવી ‘જલ્દી દાખલ કરી દો’ ની સલાહ આપી હતી.

– જો કે પછી ડોક્ટરસાહેબ મમ્મીની કડક પુછપરછમાં ભાંગી પડ્યા’તા અને તેમની મોંઘી સલાહ પરત ખેંચીને વધુ ‘મોંઘી’ દવાઓ લખી આપી’તી!! છેવટે ત્રણ-ચાર દિવસમાં અમારા ‘છોટુ સાહેબ’ ઠેકાણે આવ્યા અને અમને સૌને શાંતિ થઇ. (પેલો આમિરખાન બિચારો ‘સત્યમેવ જયતે‘માં સાચું કેતો’તો.)

– ટેણીયાનું હમણાંનું નવું નામ છે – ‘ચંપા(અને આજકાલ તે જે નખરાં કરે તેને અમે ચંપાગીરી1 કહીએ છીએ!)

– દિવાળી પછી વળી ઘણો સમય મળશે, એટલે અહી નવા વિષય/વિભાગ ઉમેરવાનો વિચાર છે. (એમ તો હું કેટલાયે વિચાર કરતો રહું છું પણ અમલમાં મુકુ ત્યારે વાત…ખરું ને?)

– દિવાળીમાં ખાજો-પીજો હરજો-ફરજો અને મોજ-મજા કરજો. (અને જો એવું કંઇ ન કરવું હોય તો આરામ કરજો પણ મહેરબાની કરીને કોઇને ન નડજો.)

– એય….. આવજો હોં..

# અમારી ચંપાના મારા દ્વારા લેવાયેલ બે-ત્રણ આડી-અવળી ક્લીક્સ..

photo of vraj
photo of vraj
photo of vraj