~ પચી બોલે તો… ચમચી.
~ બગ્ગુ ચમચી ને પચી કહે છે અને ગમે એટલું સુધારીને બોલાવો તો પણ એ પચી જ કહેશે. 😇
~ વ્રજ શરૂઆતમાં તેને મંચી કહેતો!
~ વ્રજ વખતે આવા શબ્દોનું લિસ્ટ બનાવવાનો વિચાર કર્યો હતો પણ આળસમાં ચુકી જવાયું. આજે તો એ સમયના ઘણાં શબ્દો ભુલાઇ ગયા છે.
~ હવે, નાયરાએ મોકો આપ્યો છે તો તેના એવા બધા શબ્દોનું લિસ્ટ બનાવવાનું ફરીવાર વિચારું છું. (ભવિષ્યમાં આ બધા શબ્દો પણ ભુલાઇ જશે એ નક્કી છે.)
~ જ્યારે બોલવાનું શરૂ કરે ત્યારે દરેક બાળકના ઉચ્ચાર ખાસ હોય છે. જો કે બીજાને રસ ન હોય પણ મા-બાપ માટે તે ભાષા સૌથી ઉત્તમ હોય છે; જેમાં બાળક વસ્તુઓને તેના કાલા-ઘેલા નામથી ઓળખતા શીખે.