– થોડા દિવસ પહેલા કાંકરીયાની મુલાકાત લીધી. ભરબપોરનો સમય હોવાથી લગભગ લોકોની અવરજવર નહિવત જણાતી હતી. (હું ભરબપોરે ત્યાં શું કરતો હતો તે નહી પુછવાનું… ઓકે?)
– મુલાકાતીઓ ની નોંધ લઇએ તો કહી શકાય કે કોઇ એક સ્કુલના નાના-નાના બાળકોની ત્રણ બસ આવી હતી અને થોડા વ્યવસ્થાપક કર્મચારીઓ સિવાય બીજા બધા નવા-નવા ઉભરતા પ્રેમી પંખીડાઓ જ દેખાતા હતા. (અંદરની વાત તો તે જાણે પણ એક છોકરો અને એક છોકરી ખુણામાં બેસીને છુપાઇને કોઇ વાતો કરતા હોય તો તેમને પ્રેમી પંખીડાનો દરજ્જો તો આપી જ શકાય ને!!)
– આ કહેવાતા પ્રેમીઓ માં કોલેજ-સ્કુલના વિદ્યાર્થીઓ (અને વિદ્યાર્થીનીઓ) મુખ્યત્વે કહી શકાય. (તેની સાબિતી – ચહેરા પર ડર અને સંકોચ, ખભા પર બેગ, છોકરીઓ ના ફાલતુ નખરા, છોકરાઓનો છીછરો પ્રેમ વગેરે વગેરે..)
– કાંકરીયાની ફરતે વ્યવસ્થા અને સ્વચ્છતાના માર્ક પુરા આપવા પડે. સારસંભાળ લેનાર સૌનો આભાર અને અભિનંદન.
– પ્રવેશ ટીકીટ માટે કોઇ એક સમયે ઘણું રાજકારણ ચાલ્યું હતું; પણ વારંવાર અહી આવ્યા પછી અને વ્યવસ્થા દેખ્યા પછી લાગે છે કે ટીકીટનો તે દર યોગ્ય છે. (૧૦ રૂપિયામાં આનાથી વધુ સગવડની અપેક્ષા હાલ હુ તો ન જ કરી શકું.)
– સૌથી સારી વાત: નકામા ગલ્લાઓ, ખુમચાઓ કે ભીખારીઓ નો અહી કોઇ ત્રાસ નથી. કાર-પાર્કિંગ ફ્રી છે. અંદર જ નાસ્તા-જમવાની સારી સગવડ છે. ફેમીલી-મિત્રો સાથે આનંદથી સમય વિતાવી શકાય અને નાના બાળકોને ઘણી મજા આવે. એકંદરે શાંતીમય વાતાવરણ લાગે.
– કિડઝ સીટી, બાલવાટીકા, પ્રાણી સંગ્રહાલય, અટલ એક્ષપ્રેસ (ટ્રેન), બોટિંગ, નાસ્તાગ્રુહ, તળાવ વગેરે મુખ્ય આકર્ષણ ગણી શકાય.
– થોડા-ઘણાં ફોટો પણ ક્લીક કર્યા છે જે કાલે અહીયા મુકીશ.
– આવજો..
અહી સુધી આવ્યા છો અને જો કાંકરીયા તળાવને નજરે નિહાળવાનું બાકી હોય તો નીચે લીંક છે; જોતા જજો…