આ પોસ્ટમાં છે એક ફોટો; જેમાં છે નાયરા અને નખરા અને નાયરા અને નખરા અને…. એ જ. 🙂
ટૅગ બગ્ગુ
નાયરા-સ્પેશીયલ શબ્દોનું લિસ્ટ
~ આગળની વાત લખતી વખતે નક્કી કર્યું હતું કે એ જ મહિનામાં આ સ્પેશીયલ શબ્દો નોંધવામાં આવશે.
~ પણ રમેશભાઇની મરજી આગળ કોઇનું ન ચાલે દોસ્ત. હવે આજે છેક સમય મળ્યો છે તો ફરિયાદ કરવા કરતા બાકી વાત પુરી કરવા આગળ વધીએ..
~ અત્યારે લખવામાં જેટલું યાદ આવશે તે ઉમેર્યું છે, બીજા શબ્દો યાદ આવશે એમ અને નાયરા કહેશે એમ સમયે-સમયે ઉમેરતો રહીશ.1 🙂
# તો હાજર છે; સ્પેશીયલ શબ્દો..
કાકો = વાટકો
પિકારી = પિચકારી
કાંકણું = ઢાકણું
ધાડી = ગાડી
પપેલી = તપેલી
કોલો = ખોલો
કકલ = ચક્કર
ફુન = ફોન/મોબાઇલ
લુલ = ફુલ
કાનન = ગાર્ડન
લજ = વ્રજ
દજાજો = દરવાજો
તોતી = ચોટી
કુકડા = ટુકડાં
ખાકલા = ખાખરા
રોકલી/રોકી = રોટલી
પમે = તમે
ધમી = ગરમી
કીકા = હિંચકા
પિકાપિક્સ = પેપા પીગ (કાર્ટૂન)
કલલ = કલર
ફોટો અપડેટ – નાયરા
~ નાયરાના ફોટો નથી આવ્યા એવું થોડા સમય પહેલાં કોઇએ યાદ કરાવ્યું હતું. વ્રજ વખતે અહીયાં નિયમિત ફોટો અપડેટ થતી રહેતી હતી. (આમાં કદાચ પ્રથમ બાળક અને બીજા બાળક વચ્ચેના ઉત્સાહનો આ મુળભુત ફરક હશે.)
~ આમ તો થોડા દિવસ પહેલા જ વ્રજ અને નાયરાના ફોટો અપડેટ કર્યા હતા, ત્યારે પણ નક્કી કર્યું હતું કે નાયરા માટે અલગ અપડેટ કરીશ. (એ નક્કી કરતી વખતે દિલથી ઇચ્છા હતી કે બગ્ગુ માટે અલગથી ફોટો પોસ્ટ હોય.)
~ વ્રજ વખતે ક્યારેય એકસાથે આટલા બધા ફોટો અપડેટ ન’તા કર્યા, પણ આજે સવાલ નાયરાને ન્યાય આપવાનો હતો, એટલે બેલેન્સ કરવાના ચક્કરમાં ઘણાં ફોટો સિલેક્ટ કરી લીધા હોય એવું લાગે છે. 😃
~ એમપણ ફોટો સિલેક્ટ કરતી વખતે જ સમજાઇ ગયું’તું કે ઘણાં લાંબા સમયથી બગ્ગુના ફોટો નથી આવ્યા એટલે બે-ચાર ફોટોથી નહી ચલાવી લેવાય.
~ અહીયાં દિવસ અનુસાર ઉપરથી નીચે ફોટો ગોઠવ્યા છે. જેથી તેના દેખાવમાં આવેલા બદલાવ પણ ધ્યાનમાં આવે. (હા, તેના વર્તન અને મસ્તીમાં આવેલ બદલાવ વિશે લખવા જઇશ તો એક અલગ લાંબી અપડેટ બને એમ છે!)
સાઇડટ્રેકઃ મેડમજીનું કહેવું છે કે હું નાયરા સાથે વ્રજ કરતા વધારે કનેક્ટેડ છું. એમ પણ અમારો વ્રજ ફુલ્લી મમ્મા’ઝ બોય છે, તો નાયરા પાપા’ઝ ગર્લ બને તો સારું! દિકરી સાથે બાપનું જોડાણ એમ પણ ખાસ હોય છે એવું સાંભળ્યું’તું, હવે અનુભવાય છે.