– મારા બગીચાના નવા વાતાવરણ માં આપ સૌનું તાજુ-તાજુ સ્વાગત છે!
– સંપર્ક પાનું બની ગયું છે એટલે હવે મને સંપર્ક કરવા ઇચ્છતા લોકો તેમની પસંદ મુજબનો વિકલ્પ પસંદ કરી શકે છે.
– ગણપતિના ભક્તો ધમાલ મચાવી રહ્યા છે. (આ ધમાલનો અર્થ સકારાત્મક અને નકારાત્મક બંને રીતે લઇ શકાય છે.)
– આજકાલ દિવસો વધારે ગતિથી જઇ રહ્યા હોય એવું લાગે છે. ખબર જ નથી પડતી કે કયારે દિવસ પુરો થઇ જાય છે અને કયારે મહિનો અને કયારે વર્ષ. (કયારેક એમ પણ વિચાર આવે છે કે શું જીંદગી આમ જ પુરી થઇ જવાની છે?)
– અમદાવાદમાં હજુયે વરસાદી માહોલ જામેલો છે.
– વરસાદી વાતાવરણમાં ધોવાયેલા રસ્તાઓ ત્યાંથી પસાર થતા વાહનોને ડાન્સ કરવા મજબુર કરી રહ્યા છે અને શહેરના નાગરીકોની સુખાકારી હેતુ રચાયેલ અમદાવાદ મ્યુ. કોર્પોરેશન આદત મુજબ ઘોર નિંદ્રા માં છે. (કોઇ તો જગાડે..)
– ઘરમાં બધાની ઘણી ઇચ્છા હોવા છતાં મે ગણેશ-દર્શન ના પ્રોગ્રામમાં જવાની સાફ ના કહી દીધી છે. (મને આ ભક્તિનો દેખાડો બિલકુલ પસંદ નથી અને ત્યાંની બેકાબુ લોકોની ભીડ પણ.)
– બે-ત્રણ દિવસ થોડો ફાજલ સમય છે તો મેડમજી સાથે કયાંક બહાર જવાનો વિચાર કરું છું, એ બહાને તેને પણ રોજની એક જ દિનચર્યા માંથી થોડો ચેન્જ મળે.
– અંબે મા ના દર્શને જતા પગપાળા ભક્તો અને તે ભક્તો ની સેવા કરનારા સેવા કેન્દ્રો દર વર્ષે વધી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
મુસાફરી માટેની તમામ વ્યવસ્થાઓ હવે ઉપલબ્ધ હોવા છતાં આમ હેરાન-પરેશાન થઇને પગપાળા અંબાજી જવાનું કારણ મને તો કયારેય સમજાયુ નથી.