હવે દિવસે પણ ટુ-વ્હિલર્સમાં લાઇટ ઑન રહેશે!
~ મને તો આ નિયમ પાછળ જે લોજીક આપવામાં આવે છે તે જરાયે પચતું નથી. (હા ભાઇ, હાજમોલા પણ કામ ન આવી.)
~ ઓકે.. યુરોપમાં આવા નિયમ વર્ષો પહેલાથી બનેલા છે પણ અહી જે કારણ આપવામાં આવે છે તે મને તો ગળે નથી ઉતરતું. જ્યાં વર્ષ દરમ્યાન ધુમ્મસ, વરસાદી કે વાદળછાયું વાતાવરણ વધારે રહેતું હોય ત્યાં આવા નિયમો સમજાય પણ ભારત જેવો દેશ જે મુખ્યત્વે વિષુવવૃત્ત પર છે તેની માટે સમગ્ર દેશમાં પશ્ચિમના ઠંડા દેશોના નિયમોની સમજ્યા વગર કોપી ન કરવી જોઇએ. (કદાચ કાશ્મીર કે હિમાચલના કોઇ ભાગમાં આ નિયમ અમલમાં મુકી શકાય.)
~ ફોર-વ્હીલર્સના પ્રમાણમાં ટુ-વ્હીલર્સના અકસ્માત વધારે થાય છે કારણકે તેની સંખ્યા પ્રમાણમાં ઘણી વધારે છે. પણ તે બધા અકસ્માત થવાના અનેક કારણોમાંથી અજવાળામાં પણ ન દેખાવું તેવું કેટલા કિસ્સામાં બનતું હશે? (ચલો વિચારી જુઓ થોડી વાર…)
~ સાંભળ્યું છે કે સુપ્રિમ કોર્ટની દેખરેખમાં કાર્ય કરતી કોઇ સમિતિએ આ સુચન કર્યું હતું અને સરકારે તેને સ્વીકારીને તરત અમલમાં મુકવા નોટીફિકેશન પણ આપી દીધું. આ નિયમ ફોર વ્હીલર્સ માટે પણ આવી શકે છે. અંધેર નગરી અને…..
# સાઇડટ્રેક: કોઇને વિષુવવૃત્ત એટલે શું -એ ન સમજાતું હોય તો કોઇ ગુજરાતી પ્રવાહના વિજ્ઞાનના શિક્ષકને પર્સનલી મળી લેવું. ના, ગુજરાતી વીકીપીડિયામાં તેનું પાનું ઉપલબ્ધ નથી. (શ્રીમાન કાર્તિકભાઇ નોંધ લે.)
# મથાળુંચિત્રઃ શ્રી google.co.in ના સહયોગથી શ્રી thekriegers.in ના ઠેકાણેથી વગર રજાએ મેળવેલ.