ઓફિસ.. ઓફિસ..

– કામકાજની ઘણી વ્યસ્તતા પછીની આજે તાજી-તાજી પોસ્ટ. (થોડી ઇંટરનેટ કનેક્શનની પણ રામાયણ હતી.)

– કાલે ૨૬ જાન્યુઆરી હતી, કોઇ દેશપ્રેમ જતાવ્યા વગર દિવસ પુરો કર્યો. (નાના હતા ત્યારે આ દિવસો દેશપ્રેમથી છલકાતા રહેતા, હવે મોટા થયાને એટલે દેશના હાલ જાણીને ઉત્સાહ ઓસરી ગયો છે.)

કાયમી સ્થાન અને વ્યવસ્થા બદલીને નવી ઓફિસ, નવા લોકો અને નવી વ્યવસ્થા સાથે તાલમેલ ગોઠવવો થોડું અઘરું કામ હોય છે. (એક ઘર છોડીને નવા ઘર, પડોશી અને નવી જગ્યાએ સેટ થનાર લોકોની મુશ્કેલીઓ નો આજે અંદાજ આવે છે.)

– સ્વભાવ બદલવો પ્રમાણમાં અઘરું લાગે છે; ઘણી માનસિક તૈયારી છતાં કેટલીક કડકાઇનો ચુસ્ત અમલ કરાવવામાં દિલની સહમતી મળતી નથી. (કદાચ ભગવાને મારામાં ગુસ્સો કરવાનું સોફ્ટવેર ઇનસ્ટોલ કર્યું નથી લાગતું. 🙂 )

– સ્ટાફના લોકો મને કાયમી જોઇને ખુશ થયા છે. (હવે જોઇએ… આ ખુશી કેટલા દિવસ ટકે છે.)

– જો કે બોસ તરીકે હું તેમને કયારેય નડતો/ખખડાવતો નથી એ એક કારણ ગણી શકાય. (પણ કાયમી ધોરણે હું એવો નમ્ર બની ન શકું, એ વાત તે લોકો જલ્દી સમજી જાય તો સારું.)

– બગડેલી સિસ્ટમ સુધારવી એ નવી સિસ્ટમ બનાવવા કરતાં ડબ્બલ મહેનત માંગે છે. ( આ હું નથી કહેતો; મારો અનુભવ બોલે છે !!)

– એક-બે સેલ્સ પર્સનની ખાસ જરુરીયાત લાગે છે. વિચારું છું કે કોઇ રેફરન્સથી મળી જાય તો ઠીક, નહીતો છેલ્લે ન્યુઝપેપર એડવર્ટાઇઝમેન્ટ તો પાક્કું. (જાહેરાત આપ્યા પછીનો એક આખો દિવસ બગડશે તે સમસ્યા પણ ધ્યાનમાં રાખવી પડશે.)

– જો કે જાહેરાત જોઇને આવનાર નોકરી ઇચ્છુક લોકોના ઇન્ટર્વ્યુ લેવા મને કેમેય ફાવતા નથી, આવનાર વ્યક્તિના ઓળખ/અનુભવ પત્ર (Bio-Data) પર થી તેની કાર્યક્ષમતા/કુશળતા/કાર્યદક્ષતા માપવી મુશ્કેલ હોય છે. (મારી બીજી ઓફિસે બે-ત્રણ વખત આવી રીતે લોકોના ઇન્ટર્વ્યુ લીધા છે, પણ છેલ્લે તો કોને હા/ના કહેવી એ મારી માટે વિકટ પ્રશ્ન બની જાય છે.)

– નવી જગ્યાના ધીમા ઇંટરનેટ કનેક્શનને બાય-બાય કરીને નવું સુપર ફાસ્ટ* (કંપનીના મત મુજબ) કનેક્શન અપનાવવામાં આવ્યું છે. (ઓનલાઇન દોસ્તો, તૈયાર રહેજો.. મને સહન કરવા..)


સાઇડટ્રેકઃ ઉત્તરાયણના બીજા દિવસે ‘પવન’ભાઇના રિસાઇ જવાના કારણે ફેસબુક મિત્રોનું મસ્ત વિશ્લેષણ કરવામાં આવ્યું હતુ, પણ સમય અને ઇંટરનેટની સમસ્યાના કારણે પોસ્ટ કરવાનું રહી ગયું હતુ; જે આ બગીચામાં થોડા સમયમાં જ ઉગી નીકળશે. જોતા રહેજો..

અ’જ્ઞાનવાણી..!!!

થોથામાં સમાયેલી દરેક થીયરી પ્રેકટિકલમાં કામ આવતી નથી.
So always try…
“जैसी उर्मिला, वैसी फॉर्म्युला”
for better result! 🙂

“हरियालीवाले बाबा के १०१ फंडे” માંથી..

કેટલાક ભક્તો ભગવાનની ભીડમાં ખોવાયેલા રહે છે અને કેટલાક ભગવાન ભક્તોની ભીડમાં…!!

શ્રી શ્રી બગીચાનંદની મર્મકથામાંથી…

જીવનમાં અણધાર્યા અકસ્માતથી બચવા માટે પણ સલામત દુરી બનાવી રાખવી જરુરી હોય છે!

બાબા બગીચાનંદના પ્રવચનોમાંથી…

આજે…

. . .

– આજ થી ફેસબુકમાં “બગીચાનો માળી’ નહી મળે…!!!!

– કોઇ નવી વાત નથી…માત્ર પ્રોફાઇલ નામ બદલ્યું છે….. (પ્રોફાઇલ લિન્ક તો એ જ જુની અને જાણીતી છે.)

– આમ તો ઉપરની ચોખવટ એક દિવસ પછી કરવાનો વિચાર હતો પણ અત્યારે જ જાહેર કરી દઉ છું. (નહી તો વળી કાર્તિકભાઇ ની પેલ્લી “Natak” વાળી કોમેન્ટ રીપીટ થવાના ફુલ્લ ચાન્સિસ છે… 😉 )

– ફેસબુક અને ફાયરફોક્ષ (Firefox) નું આપસ માં બનતુ નથી લાગતું.. દરેક નોટીફિકેશન જોવા પેજ ને રીફ્રેસ કરવું પડે છે. (આજે ફેસબુકમાં પણ કોઇ લોચો હતો.)

– ઠંડી જામેલી છે અને આજે સવારથી વાતાવરણ ઘણું કન્ફ્યુઝ્ડ હતું. (ઠંડી છે.. ગરમી છે.. અને સવારે તો ચોમાસા જેવો ભેજ પણ લાગે છે.)

– લગભગ આખો દિ ફેસબુકમાં વિતાવ્યો. (આજે ઘણાં લોકોએ મારી કોમેન્ટ્સનો ત્રાસ સહન કર્યો હશે.)

– અને છેલ્લે.. # આજનુ ફેસબુકિયુ જ્ઞાન :

  • મોટી પ્રોફાઇલવાળાને (એટલે કે ૧૦૦૦ થી વધારે ફ્રેન્ડ વાળાને) બર્થ ડે વિશ કરવાનો કોઇ મતલબ નથી… જેને તેની કિંમત હોય તેને શુભેચ્છા આપી જુઓ… તેમને ઘણો આનંદ થશે.
  • તમે જ પ્રાઇવસી સેટીંગ કરી જાણો છો એવુ નથી, બીજા લોકોમાં તમારા કરતા પણ વધુ અક્કલ છે એ ભુલવુ ન જોઇએ.
  • દરેકમાં કોઇ ને કોઇ સારી વાત જરૂર હોય છે.

. . .