– ગરમીનો પ્રકોપ સંપુર્ણ માત્રામાં ખીલેલો છે. (મારા જેવો ઠંડો જીવ પણ એ.સી. ના રવાડે ચડી જાય એ આ ગરમીના પ્રકોપની મોટી નિશાની.)
– પૃથ્વીને અગનગોળો બનતી બચાવવા માટે શ્રધ્ધાળુંઓ હવે ગરમી-દેવીના મંદિરે જઇને ઠંડાઇ-ચાલિસાના પાઠ કરે તો કદાચ કોઇ કૃપા થાય… (આ ગરમીદેવીની ‘કૃપા’ સાથે નિર્મલ બાબાને કાંઇ લેવા-દેવા નથી.)
– ભ્રષ્ટાચાર, ક્રિકેટ, બાબાઓના ભવાડા, ગોટાળા, પેટ્રોલના ભાવ, નેતાઓના કાંડ, વગેરે વગેરે વગેરે….. આ બધી આપણાં દેશની કાયમી સમસ્યાઓ છે, જેની હવે મારા બગીચામાં નોંધ લેવી જરૂરી નથી લાગતી.
– આમ જોઇએ તો માણસજાતનો સ્વભાવ જ હોય છે ફરિયાદ કરતા રહેવાનો. શિયાળામાં ઠંડીથી, ઉનાળામાં ગરમીથી અને ચોમાસામાં વરસાદથી આપણને વાંધો હોય છે બોલો!! કયારેક વિચાર આવે કે આપણે કેટલા જલ્દી કંટાળી જઇએ છીએ..
– ભાણીયાંઓથી ઘર ગુંજી રહ્યું છે અને એમાંયે કાલે રજા છે. આજે સવારે જ મારી પાસે કબુલાવવામાં આવ્યું છે કે હું કાલે સાંજે તે બધાને કાંકરીયા ફરવા લઇ જઇશ. (હે પરવરદિગાર…..વેકેશનના સમયે રજાના દિવસે હરવા-ફરવા અને ખાવા માટે કીડી-મકોડાની જેમ ઉભરાતા મારા અમદાવાદી નાગરિકોની ભીડમાં સમાવવા મને થોડી જગ્યા દેજે…)
– આવતી કાલે ઇશકજાદે જોવાનો પ્લાન છે, એ પણ એકલાં-એકલાં!!! જે કોઇ સાથે આવવા ઇચ્છતું હોય તે આજે નામ નોંધાવી શકે છે. (સ્ટોરીમાં આપણને કોઇ રસ નથી. હું તો ફિલ્મની હિરોઇનને જોવા માટે જોવા જવાનો છું. સાંભળ્યું છે કે બહુ મસ્ત છે… 😉 )
– ચલો, ઓફિસ ટાઇમ પુરો થવા આવ્યો છે…તો હવે ઘર તરફ પ્રયાણ કરીએ.