નવો કેમેરા

– થોડા દિવસ અગાઉની પોસ્ટમાં કહ્યું’તુ ને કે નવા કેમેરાના ખર્ચ અને અન્ય વિગતો જાહેર કરવામાં આવશે તો આજની પોસ્ટ તે નવા કેમેરાને નામ.

– સૌ પ્રથમ તો કેમેરાનો ફોટો:

Nikon D3100 Photo

– હવે કેમેરા વિશે થોડી માહિતી;

  • કેમેરા મોડલ: Nikon D3100 (ખોખા ઉપર આવું કંઇક લખ્યું છે.)
  • કેમેરા લેન્સ: Nikkor 18-55mm f/3.5-5.6G VR (આવું પણ બોક્સ ઉપર જ છાપેલું છે!)
  • કિંમત: 27,150.00  (કોઇને વધારે તો કોઇને ‘ઠીક’ લાગશે, ઓછી લાગે તો કહેજો.)
  • વજન: થોડુંક તો છે જ. (આટલો ખર્ચો કરીએ અને જરાયે વજન ન હોય તો કેવું લાગે?)
  • આકાર: બિલકુલ કેમેરા જેવો ! (વિશ્વાસ નથી આવતો ને?)
  • ઉપયોગ: ફોટો અને વિડીયો ક્લીક કરવા (અને ફોટોગ્રાફર હોવાનો દેખાવ કરવા!)
  • ગુણવત્તા: સારી. (ન હોત તો પણ વખાણ તો કર્યા જ હોત.)
  • મેળવેલ ઓફર: કેમેરા કીટ ઉપરાંત ટ્રાઇપોડ અને 16GB કાર્ડ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી! (દરેક સ્ટોરમાં ઉપલબ્ધ નથી.)

– હજુ આ કેમેરા માટે હું સાવ નવો છું. (કંઇક ખોટું લખાઇ ગયું?) સોરી, આ કેમેરા મારી માટે સાવ નવો છે!

– હજુ શીખવાની શરૂઆત કરી છે એટલે થોડા દિવસો સુધી તો મારા શીખાઉ ફોટોને તમારા માથે (વાંચો; આંખે) મારવામાં આવશે. (નોંધ: દેખનારના આંખ-માથાની અમે કોઇ જવાબદારી લેતા નથી જેથી કોઇએ પોતાને થયેલી ઇજા દેખાડીને તકરાર કરવી નહી.)

– જુઓ મારા શીખાઉ ફોટોના કેટલાક નમુનાઓ:

Evening time
Nature, green leaf
Heritage, india

– ગમે તો વાહ કહેજો, ન ગમે તો આહ કહેવાની છુટ છે! અને કોઇ જાણકાર વડીલ-મિત્રો મારા ફોટો અંગે ટીકા-ટીપ્પણી સાથે માર્ગદર્શન આપશે તો વધુ આનંદ થશે.

– બસ, આજે આટલું સહન કરી લો ભઇસાબ. બીજું ફરી કયારેક…. 🙂

ટીનટીન !

– ઘણાં દિવસથી જે ફોટો મુકવાની વાત હતી તે છેવટે આજે ઠેકાણે પડી છે. સિલેક્ટ કરવામાં કન્ફ્યુઝન વધુ હતું એટલે રેન્ડમલી પાચ-સાત ફોટો પસંદ કરી લીધા છે.

Vraj photo in car
પપ્પા બહાર જાય છે તો હું ઘરમાં કેમ ? બસ, પછી ગોઠવાઇ ગયા સાહેબ બાજુની સીટ પર..
Vraj photo
સજીધજીને હવે તૈયાર છે, ભાઇ!! દિવસમાં લગભગ ત્રણેક વખત મમ્મી તેને આમ તૈયાર કરી દે..
VRAJ

જોઇને લાગશે કે કેટલો ભોળો-મીઠડો છે; પણ આ મીઠડાની પાછળ એક તોફાની બારકસ છુપાયેલો છે!..

વ્રજની કેટલીક અલગ-અલગ મુદ્રાઓ!
કેટલીક અલગ-અલગ મુદ્રાઓ!

નોંધઃ ટાઇટલમાં જે ટીનટીન છે તે હમણાં તેનું લાડનું નામ છે.