મને આજે સમજાયું કે, મારો સ્વભાવ દેડકા જેવો છે; કેમ કે મારું મન વરસાદ જોઇને ખુશ-ખુશ થઇ જાય છે, દિલ ગાર્ડન-ગાર્ડન થઇ જાય છે અને હું મોટે-મોટેથી ગીતો ગાવા લાગું છું!
ખાસ નોંધ: ઉપરોક્ત સરખામણી કોઇ વિષયના વસ્તુ પ્રત્યેના ભાવ અને વ્યક્તિના સ્વભાવમાં રહેલી વસ્તુ પ્રત્યેની સામ્યતા વ્યક્ત કરે છે. ઉપરોક્ત વિષયની અન્ય ખાસિયતો સાથે વ્યક્તિનો કોઇ સીધો સંબંધ નથી. જો કોઇ સંબંધ જણાશે તો તેને માત્ર સંયોગ કહેવાશે.
ડ્રાઉં ડ્રાઉં!
ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ…
તો તમે ઠેકડા પણ જોરદાર મારતા હશો , નહિ 😉
આપને ઉપરોક્ત ‘ખાસ નોંધ’ ફરી વાંચી જવા વિનંતી. 😉
ને મારું મન બિલાડી જેવું છે , જે વરસાદ પડતા જ છાપરા નીચે ગરી જાય 😉
એનો અર્થ એવો થયો કે તો અમારે તમારે મોઢે ગીત સાંભળવું હોય તો કૃત્રિમ કે પ્રાકૃતિક સ્વરુપે વરસાદ પાડવો પડે. 🙂
હા હા હા*… ના ના ના^…
નોંધ:
* આ હસવાનો અવાજ છે.
^ આ આપના પ્રતિભાવનો પ્રતિભાવ છે!
નોંધ-૨:
જો તમને મારા મોઢેથી ખરેખર ગીત સાંભળવામાં રસ હોય તો હું મારા બેસુરા અવાજમાં તમને કહો ત્યારે સંભળાવી શકું છું. તમે સહન કરતા હોવ તો તમારા કાન ઉપર ત્રાસ ગુજારવામાં મને કોઇ વાંધો નથી.. 😀 😀 😀