વરસાદ પછી બે દિવસથી વાતાવરણ આમેય સમજાતુ નહોતું અને ત્યાં સાંભળ્યા ન્યુઝ મુંબઇમાં બોમ્બ બ્લાસ્ટના.
આજે તો બહુ બેચેની છે. બીચારા કેટલા લોકોએ પોતાની છત્ર-છાંયા ગુમાવી હશે ત્યાં. ફરી નેતાઓ જાગશે ને ભાષણો કરશે. અહી તહીંની વાતો થશે. થોડા વાયદાઓ અને થોડી હોંશિયારી બતાવશે… પછી જે હશે તે માત્ર અને માત્ર રાજકારણ !!!
અહી કોઇને નથી પડી દેશની કે નથી કોઇના માં દેશપ્રેમ. દેશ દાઝ તો શોધતા જડે તો જડે. હે ભગવાન, હે ઇશ્વર, હે અલ્લાહ, હે જીસસ… તુ આટલો ક્રુર તો નહોતો… તુ તો લાગણીનો ધોધ હતો… તો પછી તને માનનારાની માનસિકતામાં આટલો ફરક કેમ….??? મને તો સમજાવ…
આરપારની લડાઇ કરતાં ઘરને સાચવવું વધુ જરુરી છે. વાતો તો ઘણી કરી.. હવે, નક્કર પગલા વિના કંઇ ન થાય.. દેશ ચલાવનારા નેતાઓ શાનમાં સમજે તો સારું.. રાજકારણની રમત-રમતમાં આખા દેશને આતંકવાદીને વેચી દેવો નેતાઓ ને ફાવે પણ પ્રજાને ના પોસાય. હે નેતાઓ હવે સૌનિકોને આગળ આવવા દો. બહુ થયું. મારો દેશ માત્ર તમારા ભરોષે તો ન જ ચાલે.