કોમેન્ટ હવે અટકીને આવશે, ગુગલ+ અને પ્રથમ ગુજરાતી-બ્લોગ સ્પર્ધાનું પરિણામ

. . .

– આમ તો મારા બગીચાની શરુઆતમાં જે સુંદર પ્રતિભાવ મળ્યા તે જોઇને દરેક કોમેન્ટ્સને મુકત આવકાર આપવો એવું નક્કી કર્યું હતું. પણ….. કેટલીક બિનજરુરી તથા અસભ્ય કોમેન્ટ અને ઢગલો સ્પામ (Spam) કોમેન્ટ્સ બાદ હવે મિત્રોના પ્રતિભાવોને તુરંત પ્રદર્શિત થવા દેવાના બદલે અટકાવીને રજુ થવા દેવામાં આવે એ જરુરી લાગે છે. (“પાડાના વાંકે પખાલીને ડામ….”)

– થોડા દિવસ પહેલા મારા એક મોટા નિયમનો મે જ ભંગ કર્યો છે. (પોતાની જાત ને શું સજા કરવી ? – જા… આ વખતે જવા દઉ છું પણ ફરીવાર ન થાય તેનું ધ્યાન રાખજે.)

– અમદાવાદમાં હવે સવાર-સાંજ થોડી ઠંડી લાગે છે (સ્વેટરનો ઉપયોગ કરવો પડે તે સિઝનને હજુ વાર છે.) અત્યારે તો સિઝન લગ્નો ની છે ભાઇ….

– ગુગલ+ માં સુધારાઓ અને સેવાઓ દિવસે-દિવસે વધી રહી છે. (તેનો મુળ લોગો પણ બદલાઇ ગયો છે… જોયો ?) મારા બગીચાનું ગુગલ+ પેજ બનાવ્યું છે. જુઓ અને જોડાઓ…
https://plus.google.com/105127746425592383671/posts
(આ બ્લોગમાં તેનું widget ઉમેરવું હતુ પણ ઘણાં પ્રયાસ બાદ લાગે છે કે હાલ પુરતું તે શક્ય નથી.)

– g+ માં દરેક જગ્યાએ ફેસબુકની કોપી દેખાઇ આવે છે !!! (આ ગુગલવાળાની પોતાની ક્રિએટીવીટી ખલાસ થઇ ગઇ છે કે શું ?)

– પ્રથમ ગુજરાતી બ્લોગ સ્પર્ધાનું પરિણામ થોડા દિવસ પહેલા જ આવ્યું છે.  આ સ્પર્ધાના આયોજકો અને પ્રતિભાવ આપનાર દરેક મિત્રોનું કાર્ય ખરેખર સરાહનીય છે. જે બ્લોગનો પ્રથમ દસમાં સમાવેશ થયો છે તે દરેક બ્લોગ ખરેખર તેમના સ્થાનને શોભાવે છે.

– સ્પર્ધાના વિજેતાઓ માટે જુઓ –
http://netjagat.wordpress.com/2011/11/18/winners-2011-competition/

. . .

6 thoughts on “કોમેન્ટ હવે અટકીને આવશે, ગુગલ+ અને પ્રથમ ગુજરાતી-બ્લોગ સ્પર્ધાનું પરિણામ

  1. થોડું મોડું થયું પણ ન આવ્યા કરતાં મોડું સારું….

    અહીં તો શબ્દેશબ્દે મહેંક અનુભવાય છે – વર્ડપ્રેસવાળા ભલે સુગંધની વ્યવસ્થા ન કરે. તમારો અભિગમ જ અલગ પ્રકારે જણાય છે. થાક ખાવા અહીં આવવું જરૂર ગમે.

    ધન્યવાદ અને આભાર.

    1. વડીલ શ્રી,
      આપ અહી આવ્યા છો એ જ મારે મન ઘણી મોટી વાત છે. આપના સુંદર પ્રતિભાવ બદલ ખુબ-ખુબ આભાર.
      સુગંધ ફેલાવવી એ જ આ માળીનું કામ છે. લખવાનું કાર્ય આમ તો નિજાનંદ માટે છે છતાંયે આપ સૌનો સાથ હોય તો જીવન-સફરમાં ઘણો આનંદ રહે છે. સમય મળ્યે પધારતા રહેજો..
      આવજો..

    1. બંને ઉપાય જાણી લીધા અને બરાબર રીતે સમજી પણ લીધા. આપના જણાવ્યા અનુસાર નવું સેટીંગ ગોઠવી પણ દીધુ છે.

      શ્રી વિનયભાઇ, મનમાં એક સંકોચ હતો કે હવે મારા વ્હાલા મિત્રો અને આપ જેવા વડીલોના પ્રતિભાવને મંજુરી મળે ત્યાં સુધી રોકી રાખવા પડશે… જે સંકોચ હવે દુર થઇ ગયો છે. સમયસર સાચી દિશા બતાવવા બદલ આપનો ખરા દિલથી આભાર માનવો જ પડે.

      ફરીવાર આપનો ખુબ-ખુબ આભાર.

બોલો, શું કહેવું છે તમારે...