ભુલાયે નહી ભુલ સકતા હૈ કોઇ..

– મારા રોલ મોડેલ એવા શ્રી સ્ટિવ જોબ્સ આ દુનિયા છોડીને ગયા તેની શાહી સુકાઇ નથી, ત્યાં તો મારી ઉંડી ભાવનાઓ પ્રજ્જવલિત કરનાર દિપક આજે બુઝાઇ ગયો છે તેવા દુઃખદ સમાચાર મળ્યા. શ્રી જગજીત સિંઘ હવે આપણાં વચ્ચે નથી રહ્યા..

– શું થઇ રહ્યું છે આ સમયમાં સમજાતું નથી. એક પછી એક મને ખુબ ગમતી વ્યક્તિઓ આમ અચાનક વિદાય કેમ લઇ રહી છે!?…

– જગજીત સિંઘને માણીને તો હું આ દુનિયામાં લાગણીઓ સાથે જીવતા શીખ્યો હતો.

– મારા જીવનને લાગણીસભર બનાવવામાં અને આ બગીચાના માળીને પ્રેમ શીખવવામાં તેમનો ફાળો ખુબ અગત્યનો હતો..

– કયારેય રૂબરૂ મુલાકાત ન થઇ હોવા છતાં તેઓ સદા મારા દિલની નજીક રહ્યા છે.

– હજુ હમણાં જ થોડા દિવસ પહેલાં તેમની સાથે જીવનની ઘણી જુની અને મહત્વની યાદો માણી હતી… એ પહેલો પ્રેમ પત્ર કેમ ભુલાશે?..

– જે હંમેશ મને મારા ભુતકાળ, વડીલો, જુના દોસ્તોનો અહેસાસ કરાવતી રહી હતી એવી સૌને પ્રિય અને મને અતિપ્રિય રચના “વો કાગઝ કી કસ્તી, વો બારિસ કા પાની…” સાંભળતા તેમને કેમ ભુલાશે…

– અગાઉની એક ગમગીન પોસ્ટ બાદ ફરી બીજી એક ગમગીન પોસ્ટ… પણ હું મજબુર છું.

ગઝલ સમ્રાટ જગજીત સાહેબને મારા બગીચામાંથી ભીની-ભીની શ્રધ્ધાંજલી..

ગઝલ સમ્રાટ જગજીત સિંહ નો ફોટો

“चिठ्ठी ना कोई संदेश, जाने वो कोनसा देश, जहां तुम चले गये…”


મથાળું ચિત્રઃ UNSPLASH.COM ના સહયોગથી

4 thoughts on “ભુલાયે નહી ભુલ સકતા હૈ કોઇ..

  1. દર્શિતભાઇ,
    એવા જ કૈંક સંભારણા મારા પણ છે.
    કોલેજ કાળમા અમે જગજીત’જીની “ બાત નીકલેગી તો દુર તલક જાયેગી” બહુ જ સાંભળતા.
    પફ અને દાબેલીના પૈસા બચાવીને તેમની કેસેટ ખરીદતા અને લાડથી એમને “ જગ્ગુ દાદા ” કહેતા.
    જગજીત સાહેબની આ ગઝલ મારી અતિપ્રીય છે, તેના જ અમુક શેર

    શ્રધાંજલી રૂપે…..

    મે રોયા પરદેશ મે, ભીગા માં કા પ્યાર,
    દુ:ખને દુ:ખસે બાતકી બીન ચીટ્ઠી બીન તાર…..
    છોટા કરકે, દેખીએ, જીવનકા વિસ્તાર….
    બાંહોભર આકાશ હે, આંખોભર સંસાર

    Komal

  2. પિંગબેક: » ભુલાયે નહી ભુલ સકતા હૈ કોઇ.. » GujaratiLinks.com

Leave a Reply to KomalCancel reply