થોડા ન્યુઝ અપડેટ્સ

. . .

(માત્ર મારા બગીચામાં નોંધ માટે)

લોકલ ન્યુઝ

– અણ્ણાજીએ મૌનવ્રત ધારણ કર્યું છે. : આજકાલ જે રીતે ન્યુઝમાં અણ્ણાજી વિશે જાણવાં મળે છે તે મુજબ કહી શકાય કે બિચારા અણ્ણાજી રાજકીય-નેતા નામના વિચિત્ર પ્રાણીઓના અતિવિચિત્ર વર્તન અને ગંદી-ચાલ સમજવામાં કાચા પડી રહ્યા છે. (ઇશ્વર તેમને થોડી ચાલાકી પણ શિખવે એવી આશા.)

– અણ્ણાજી ના સાથીઓમાં પણ હવે વધુ ફુટ પડી રહી છે. (કદાચ આ ઘટના પાછળ સત્તાપક્ષનો મજબુત પંજો હોઇ શકે !!)

– મોદી સાહેબની ઉપવાસ-સદભાવના કેવો રંગ લાવશે તે તો ભગવાન જાણે પણ તેમની સામે પડેલા શ્રી સંજીવ ભટ્ટ સામે અદાલતે સદભાવના દાખવી છે. (સંજીવ ભટ્ટ અને તે કેસ વિશે થોડુ ઘણું સંશોધન કર્યું છે. મને તો બંને પક્ષ પર શંકા છે. સાચુ-ખોટુ તો તે લોકો જાણે પણ આ કેસમાં મને કોઇ દુધે ધોયેલા નથી લાગતા.)

– ઘણાં લાંબા સમય પછી ભારતીય ક્રિકેટ ટીમને જીતનો સ્વાદ ચાખવા મળ્યો. આ ટીમને ઇંગ્લેન્ડ સામે મળેલ વ્હાઇટવૉસ નો બદલો લેવો છે. (ભગવાન તેમના બીજા કામ પડતા મુકીને આ લોકોની મહેચ્છા પુરી કરે એવી પ્રાર્થના.)

આંતરરાષ્ટ્રીય ન્યુઝ

– મહાન કહી શકાય એવો શાંતી પુરસ્કાર આ વખતે સંયુક્ત રીતે ત્રણ મહિલાઓ ને (હા મારા દોસ્ત ત્રણ મહિલાઓ ને !!!! તમે બરાબર જ સાંભળ્યું છે !!!) આપવામાં આવશે એવું નક્કી થયું છે. તેમાં તવક્કુલકરમાન (યેમેન) , એલેન જોન્સન (લાયબેરિયા) અને લેમાહ જીબોબી (આફ્રિકા) નો સમાવેશ થાય છે. (દુનિયાની કોઇ મહિલા કયારેય શાંતિનો એવોર્ડ જીતી ન શકે એવું મજાકમાં અમારા દાદાજી કહેતા…આજે દાદાજી હોત તો તેમને આ ન્યુઝ બતાવવાની મજા આવી હોત.)

– દુનિયામાં ઘણાં ઠેકાણે એપ્પલનો iPhone 4GS ઉપલબ્ધ થઇ ચુકયો છે. (લોકોએ જે રીતે લાઇન લગાવી હતી તેના ફોટો લગભગ બધા ન્યુઝપેપરમાં હતા.)

– ન્યુમેક્સિકોમાં દુનિયાનું પહેલું ” સ્પેસપોર્ટ ” (સ્પેસમાં જવા માટેનું એરપોર્ટ) તૈયાર થઇ ગયું છે. થેંકસ ટુ મિસ્ટર ” રિચર્ડ બ્રેન્સન “. મારું અંતરિક્ષમાં જઇને દેશ-દુનિયાને જોવાનું સપનું હવે બે લાખ ડોલર ચુકવવા જેટલું જ દુર છે. (જો કે ડોલરને રૂપિયામાં ફેરવીને આંકડો લગાવીએ તો આ સપનું પુરું કરવું હજુ ઘણું દુર કહેવાય. 🙁 )

– અમેરિકા અને લગભગ યુરોપમાં (તથા બીજા ઘણાં ઠેકાણે) દિવાળીના સમયે હોળી ચાલી રહી છે. આ વગર સિઝનની હોળીનો વિષય છે – ભ્રષ્ટાચાર !!! આમ તો અત્યારે આખી દુનિયામાં આ એક મુળ મુદ્દો છે. પબ્લીક બધી જગ્યાએ બીચારી જ છે અને સત્તા-પાવર જેમના હાથમાં છે તેઓ નકઢા થઇ ચુક્યા છે. (કાગડા બધે કાળા જ હોય, બસ થોડો કલર-શેડમાં ફરક હોય છે.)

. . .

4 thoughts on “થોડા ન્યુઝ અપડેટ્સ

  1. દર્શિતભાઈ અન્ના હજારે કઈ કાચા નથી પરંતુ ખુબજ લાંબા ગાળા નું પ્લાનિંગ કરી રહ્યા છે . કદાચ મારો મત ખોટો હોય પણ જે રીતે તેઓ ચાલે છે તે મારા મુજબ અન્ના રાજકારણ છે. કારણકે અન્ના ના સભ્યો કઈ રાજકારણી ઓ થી કામ નથી અને અન્ના ૮૦ વર્ષ ને વયે કઈ સમજી ન શકે આવું હું માનતો નથી.

    1. ચિન્ટુભાઇ, આપને ફેસબુક પર રીપ્લાય આપ્યો તે તો તમે જોયો જ હશે. બીજી વાત જે તમે ત્યાં કરી છે તે અંગે મારો મત કંઇક એવો છે કે – જેમતેમ બોલીને બગાડવા કરતાં થોડો સમય મૌનવ્રત સારું. અણ્ણાના આ મૌનવ્રતથી કોઇ ફાયદો થાય કે ના થાય પણ કમ-સે-કમ તેમને વિચારવાનો અને નવી રણનીતિ ઘડવાનો સમય તો મળશે.
      આ મૌનવ્રતનો બીજો ફાયદો અણ્ણાજી માટે એ છે કે વાતવાતમાં તેમની રાય લેવા જતા મીડીયાવાળાનો ત્રાસ પણ તેમને ઓછો થશે.

    2. અરે, એક વાત રહી ગઇ. આપ ફેસબુક પર કહો છો કે અણ્ણાજી હવે રાજકારણમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે…

      • તો તેમાં ખોટુ પણ શું છે મારા સાહેબ. રાજકારણને આટલા વર્ષે કોઇ ચોખ્ખો ચહેરો તો મળશે. આવવા દો તમતમારે અને જયારે આવે ત્યારે તેમને ખુશીથી વધાવી લેવા એવી આ નાનકડા માળીની ઇચ્છા ખરી..

બોલો, શું કહેવું છે તમારે...