તો ઔર ભી દુઃખ હોતા હૈ…

– જયારે તમે કોઇને તમારા હમદર્દ માની ને પુરા દિલથી અંગત વાતો જણાવતા હો અને તે વ્યક્તિ અકળ કારણોસર દગો દે ત્યારે દુઃખ થાય તે સ્વાભાવિક છે. (પણ.. આટ-આટલા ચેતીને ચાલવા છતાંયે હું ખાડામાં પડયો તેનું વધારે દુઃખ થાય છે.)

– ના, કોઇએ કંઇ કહ્યુ નથી. પણ કોઇએ એવુ કંઇક કર્યું છે જેનાથી તે મિત્ર પરનો વિશ્વાસ ડગી ગયો છે.

– તેના આ કૃત્યનું કોઇ ખાસ કારણ પણ હોઇ શકે છે. (બની શકે છે કે તેના દ્વારા થયેલ કૃત્યની તેને ખબર જ ન હોય અથવા મને ખબર પડી ગઇ છે કે મને ખબર પડી જશે તેનો તેને અંદાજ ન હોય.)

– દુરની વ્યક્તિ કે સામાન્ય મિત્ર કંઇ કરે તો કોઇ ફેર ન પડે પણ અંગત બનેલ દોસ્ત સંબંધોમાં અચાનક અંતર બનાવવા લાગે ત્યારે મન ગુંચવાય છે. (કોઇ મતભેદ કે મનભેદ બન્યા હોય ત્યારે વાત સમજી શકાય. પણ…. આમ, સાવ અચાનક જ… )

– આજે K3G માં યશવર્ધન રાયચંદ1 અને તેની પત્ની નંદીની વચ્ચેનો એક સંવાદ યાદ આવે છે…

नंदीनी : “अपने जब दुर चले जाते है तो दुख होता है।”
यशवर्धन : “अपने जब दुरीयां बढा लेते है तो और भी दुख होता है।”

– આજે તે સંવાદમાં છુપાયેલી ગંભીરતા સમજાય છે… આખી ઘટના વર્ણવીને વધુ દુઃખી થવાનો કોઇ મતલબ નથી એટલે જીવનનો એક કડવો અનુભવ મેળવીને આગળ વધતા રહેવામાં ભલાઇ છે…

– “ચેતતો નર સદા સુખી” ~ આ જુની કહેવત ફરીથી ગોખવી પડશે.

😢

9 thoughts on “તો ઔર ભી દુઃખ હોતા હૈ…

  1. આટલા સમયમાં હું એક વાત શીખી ગયો કે ક્યારેય પણ અત્યંત ખાનગી વાત પોતાની પાસે જ રાખવી અને કોઈ ને પણ (તમારી જાત સિવાય) કહેવી નહિ. જેથી દુખી થવાના પ્રસંગો ઓછા બને..( આ બધું જાત અનુભવ નું પરિણામ છે.)

    એક ઉર્દુ શેર છે :
    ” મુઝ સે મત પૂછ મેરે દિલ કી કહાની ઐ હમદમ,
    ઇસ મેં કઈ પરદાનશીનો કે ભી નામ આતે હૈ”

    1. હવે હું પણ તે જાત અનુભવથી કહી શકુ છુ.
      આપના હમદર્દી ભર્યા શબ્દો બદલ આભાર..

      એક નાનકડું પણ સમજવા લાયક વાક્ય છે કે – “કોઇ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ભલે મુકો પણ અંધ ન બનો.”

  2. “ચેતતો નર સદાસુખી” આ કહેવત 12-13 વર્ષની નાની વયે ભણવામાં આવતું અને તે ગોખવા કરતા ખૂબ જ સારી રીતે સમજેલા છીએ છતાય સમય અને સંજોગો આપણી સાથે એવા બને છે કે આપણે સારા-નરસા,સજ્જ્ન-દુર્જન માણસને ઓળખી શકતા નથી અને એમને આપણે પોતાના સમજીને એમના મય થઈ જઈએ છીએ અને પોતાના સમજીને એમને સાચા હમદર્દ સમજી અગાઉ છેતરાયા હોવા છતાય છેતરાઇ જઈએ છીએ ખરેખર તો આપણે પોતે આપણી જાતને ગમે તેવા દુખમાં,કપરા સંજોગોમાં પણ ડગી જવા ન દઈએ તેવી મજબૂત મનોબળ વાળી બનાવવાની જરૂર છે.બાકી દુનિયામાં કોઈ દુશ્મન પણ નથી કે કોઈ સાચો દોસ્ત પણ નથી.આપણી પાસે જ્યાં સુધી નાણાં કોથળીનો ભાર દોસ્તોને દેખાસે ત્યાં સુધી તેઓ કહેસે કે જરૂર હોય તો શરમતા નહીં પણ જો ખબર પડી કે હવે તમારી પાસે નાણાં કોથળી નથી ને એમની ખરેખર મદદની તમારે જરૂર છે તો તમારી સામે પણ તે નહીં જુએ મારો પોતાનો જાત અનુભવ છે…. પણ ખેર ખરેખર તો આપણે પોતે જાણવા છતાય જાતે જ છેતરવા માટે તૈયાર જ હોઈએ છીએ…….

  3. જિવનના ક્ડવા મિઠા સમભાર્ણા એજ તો જિવન્ના ઝઝાવાત છે. ઇસ સન્સાર મે જાત જાત કે લોગ. દશિત ભાય હમ ગમ ન કરો આમતો ચાલ્તુજ રહેવાનુ. કેવ્ળ અટ્લિજ પ્રાથ્ના કરતા રહેવાનુકે નુગ્રા ન મ્લ્જો એક અમ્ને સુગ્રામલ જો લાખ મલ્જો સતિ જ્તિ રે લોલ.

  4. hu ahiya em nahi kahu ke koi par vishwas na j mukvo joi e but aane ishwariya (bhagwan trafthi) malel ek path mani ne agad vadhvu joi e, ane ha e to jeni saht koi potana angat dago kare tyarej temne tamari paristhiti samjay.

બોલો, શું કહેવું છે તમારે...