. . .
– રવિવાર બાદ સોમવાર અને હવે મંગળવાર પણ આવીને હવે જઇ રહ્યો છે. દિવસ બદલાતા રહે છે અને સમય વહેતો રહે છે..
– દુનિયાની દરેક વસ્તુ ગતિશીલ અને પરિવર્તનશીલ છે. હું પણ એ જ દુનિયમાં રહેતો અને પરિવર્તન સાથે સતત બદલાતો રહેતો એક નાનકડો જીવ માત્ર જ તો છું..
– થોડા દિવસના ધોમધખતા તડકા બાદ આજે દિવસનું વાતાવરણમાં ધુમ્મસ જેવું રહ્યું અને હવામાં ધુળનું પ્રમાણ વધારે હતું. (આમ બે સિઝન ભેગી થાય એટલે બીમારીઓ વધવાની.)
– સળંગ ત્રણ દિવસમાં ત્રણ દોસ્તોની સગાઇના ન્યુઝ મળ્યા !! (વાંચો કે.. ખીલે બંધાયા.. 😉 ) મને ઘણું ગમ્યું.. નોકરી-ધંધામાં તો બધા સેટ થઇ ગયા છે એટલે હવે કોઇ એક ઠેકાણે ગોઠવાઇ જાય એ પણ ઠીક છે. (હવે એક બચ્યો.)
– આજકાલ દિવસો મેડમ’જીની સેવામાં જઇ રહ્યા છે. (પતિધર્મ પણ નીભાવવો પડે ને ભાઇ..) તેના દરેક રીપોર્ટ એકદમ સરસ છે એવું શ્રી ડૉક્ટર મહોદયનું કહેવું છે.. અને મારો રીપોર્ટ કહે છે કે હું થોડો વધારે અધીરો બન્યો છું.. 🙂
– ચાર મહિના પુરા થયા અને એક નવા મહિનામાં મંગળ પ્રવેશ થઇ ચુકયો છે. (આપણને ગમે એટલી ઉતાવળ હોય પણ કુદરત તો તેનું કામ ઘણી ધીરજ અને ચોકસાઇથી જ કરશે… ત્યાં કોઇનું ન ચાલે..)
– પ્રથમ સંતાન તરીકે મને ‘દીકરી’ની આશા છે અને જો તે ‘દીકરો’ હોય તો પણ મારી માટે એટલો જ વ્હાલો રહેવાનો. (જે હોય તે.. મને તો હવે ‘કોઇ’ જલ્દી જોઇએ છે…) હું આવનારા બાળકને રમાડવા માટે બહુ બેકરાર છું…
– આવનાર નવા સભ્ય માટે અત્યારથી તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. કામની વ્યસ્તતા વચ્ચે જયારે તેનો ખયાલ આવે ત્યારે એક નવો આનંદ અને ઉત્સાહ આવી જાય છે. (પરિવારના દરેક માટે અત્યારે આ એક મુખ્ય વિષય છે.)
– એકાદ મહિનામાં મેડમ’જીની મદદ માટે અને (મારી ગેરહાજરીમાં) તેની બહેનનું ધ્યાન રાખવા માટે મારી સાળી ઘરનો ચાર્જ લેવા આવી પહોંચવાની છે. ત્યારબાદ મેડમને સંપુર્ણ આરામ આપવાની યોજના છે. (સાંજે સામાન્ય વોકિંગ અને ગાર્ડનમાં ટહેલવા જવાનું ચાલુ કર્યું છે અને તે ચાલુ જ રાખવાનું છે.)
# ‘ઓફ’લાઇન –
– પાકિસ્તાન સામેની મેચમાં ‘વિરાટ’ ની વિશાળ ઇનિંગ જોઇને અને છેલ્લે ધોની દ્વારા ચોગ્ગાની મદદથી મળેલી જીતની ખુશી પછી હું લગભગ પાગલની જેમ નાચવા લાગ્યો હતો..
ત્યારે મમ્મીનો ફન્ની ડાયલોગ, – “થોડા દિવસમાં તુ એક છોકરાનો બાપ બનવાનો છે તો હવે આવા બધા છોકરવેડા કરવાનું બંધ કર…”
હું – “કેમ ? બાપ બનેલા લોકો નાચી ન શકે એવું કોઇ શાસ્ત્રોમાં લખ્યું છે ?” 😛
(અપડેટ-આજે શ્રીલંકાની બાંગ્લાદેશ સામે હાર પછી ભારતની ફાઇનલમાં પ્રવેશની આશા પર ડહોળું પાણી ફરી વળ્યું છે. 🙁 )
. . .
મેડમજીની ખૂબ સેવા કરજો. એ દિવસો યાદ આવશે ત્યારે બહુ મજા આવશે.. 🙂
જો આજ્ઞા ગુરુદેવ…
અને આ દિવસો યાદ કરીને મજા આવશે તો આપને ચોક્કસ યાદ કરીશું…. 😉
ખરેખર. મેડમજીને હોસ્પિટલ લઈ જવાના. દરરોજ સાંજે ગાર્ડન કે પછી ટેરેસ પર ટહેલવાનું, પછી શ્રીમંત પ્રસંગ, તેમના ઘરે ઓફિસથી સીધી મુલાકાતો, અને પછી એક દિવસ – હોસ્પિટલમાં આવી જાવ નો સંદેશ અને ડોક્ટરે હાથમાં સોંપેલું ફૂલ અને એની મસ્ત આંખો 🙂 આવું જ કંઈક યાદ રાખશો.. 😉
તમારી યાદોં તો સરસ છે બૉસ્સ….મારી તે સમયની વાતો અને અનુભવને પણ તમારી સાથે વહેંચીશ જ..
જો કે અમારે ત્યાં ‘પીયરે ડિલીવરી’નો રિવાજ નથી એટલે છેક સુધી સાથે જ રહેવા મળશે….અને ફુલને હાથમાં જોયા પહેલાની દરેક ક્ષણને માણવાનો મોકો મળશે..
સરસ 🙂
@કાર્તિક અને @દર્શિત,
મારા અનૂભવો થોડા વધૂ આગળના લેવલ સુધી ગયા હતા. સિંગાપોરના રિવાજો થોડા આપણા કરતા અલગ છે. અહીં લેબર રૂમમાં પતિ જ જોડે હોય. આખી રાત લેબર રૂમમાં ઉચાટમાં કાઢી હતી અને સવારના 5 વાગ્યે જ્યારે જીવમાંથી જીવનું નિર્માણ નજરો સમક્ષ જોયું ત્યારે બે ઘડી તો હું નિશબ્દ થઇ ગયો હતો. જીવમાંથી જીવનું નિર્માણ થવું એ કેટલી અદ્દ્ભૂત પ્રાકૃતિક ઘટના છે એ કદાચ શબ્દોમાં મૂકવી અઘરી છે અને સાથે સાથે એ પણ કહી દઉં કે આ ઘટનાના સાક્ષી બનવું એ દરેક લોકોના બસની વાત પણ નથી.
એ વખતે લખેલી મારી પોસ્ટ http://bit.ly/Ht3VOl
બાકી દર્શિતભાઇ તમને અભિનંદન અને શુભેચ્છાઓ.
Agree. I was present outside only. But, doctor called me and put Kavin in my hand only. First touch was so wonderful 🙂
I couldn’t speak too. And, started clicking his pictures which I guess I need to find back and flickr pictures are not available. Need to fix those posts 🙁
..અને તે પછી બાળક રડે ત્યારે મનમાં થતો ઉચાટ (કે ચિંતા) તેમજ બાળક નું એકીટશે તમારી સામે જોઈ રહેવું…. (અને બીજું ઘણું બધું), ખરેખર અવિસ્મરણીય અનુભવ હોય છે.
પુરૂષો સામાન્યરીતે તેની લાગણી જાહેર નથી કરતાં હોતા અને આપણે ત્યાં માતૃત્વની મહાનતા સામે પિતૃત્વને કોઇ વધારે માન નથી આપવામાં આવ્યું…. છતાંયે બાળકના જન્મદાતા તરીકે પિતાનો ફાળો અને લાગણીઓ બાળક સાથે ગાઢ રીતે જોડાયેલી હોય છે અને દરેક પિતા ભલે તેને વ્યક્ત ન કરી શકે પણ અનુભવતા જરૂર હોય છે…
તમારા અવિસ્મરનીય અનુભવની વાતો મને વધારે અધીરો બનાવી રહી છે…
હાયે, કૈસે કટેગેં યે દિન…… 😉
બહુજ સરસ વિચારો,
અને હાર્દિક શુભકામના.
આભાર હેમાબહેન..
કેમ છો દોસ્ત….? અભિનદન…સારા સમાચાર બદલ. બીજું નાના મોઢે એક સૂચન કરી દઉં…..કે તમે ગાર્ડન શબ્દના બદલે બગીચો શબ્દનો ઉપયોગ કરો ને….
અમે તો સંપુર્ણ આનંદમાં.. 🙂 આપનું સુચન ચોક્કસ અમલમાં મુકવામાં આવશે… લખતી વખતે અને આદતમાં ઘડાયેલો જે શબ્દ પહેલો મગજમાં આવે તે જ લખી નાખતો હોઉ છું એટલે કદાચ તે વાત ધ્યાનમાં નહી આવી હોય..
અભિનંદન અને સુચન બદલ આભાર દોસ્ત…