– પ્રથમ તો સૌને શુભ દિપાવલી. 🙏 (જુનો રિવાજ છે ભાઇ, આજે કહેવું પડે!)
– પાછલાં દિવસોમાં કામકાજની વ્યસ્તતામાં ઘણું નોંધવાનું ચુકી જવાયું પણ મસ્તીથી જીવાયું. વ્યસ્ત રહેવામાં ઘણો આનંદ આવ્યો. (અને જીવન મસ્તીથી જીવવું મારી દ્રષ્ટિએ વધુ અગત્યનું છે.)
– ૩૦’ઑકટોબરના દિવસે અમારા સુખી લગ્નજીવનને ત્રણ વર્ષ પુરા થયા. 🥳 (હા, ભાઇ સુખી જ છે તો તેમાં કોઇને વાંધો નથી ને?) દિવસે તો સમય નહોતો એટલે રાત્રે હોટલમાં સહપરિવાર ડિનર1 કરીને ઉજવવામાં આવ્યો.
– કાલે વ્રજને ત્રણ મહિના પુરા થયા. તેની આ પહેલી દિવાળી છે, પણ હજુ ઘણો નાનો છે એટલે કોઇ ખાસ તૈયારીઓ નથી કરી.
– આજથી સાત દિવસનું વેકેશન છે અને આ રજાઓમાં સાસરીયે જવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે એટલે તે સમય દરમ્યાન અન્ય કોઇ સાથે મુલાકાત નહી થઇ શકે. (બે વર્ષથી સસરાના ઘરે પગ ન મુકવાની આ સજા છે!!)
– રજાઓ માટે કોઇ પ્લાન ન બનાવવાનો અને કાલથી પાચ દિવસ માટે મારી જાતને સાસુ-સસરા અને સાળીના હવાલે કરવાનો હુકમ છે. (આવો હુકમ કોનો હોઇ શકે એ તો તમે સમજી શકો છો..) હવે જોઇએ ત્યાં મારા કેવા હાલ થાય છે…
*સાઇડટ્રેક – સાળાનું સુખ (કે દુઃખ) મારા નસીબમાં નથી. 😇
– હમણાં જ એક-બે મેસેજ આવ્યા કે નવા વર્ષે કોઇ સુંદર સંકલ્પ લેજો. જીવનના પાછળના વર્ષોમાં સંકલ્પ લીધા બાદ તેને જે-તે વર્ષ દરમ્યાન પાળવાનું પ્રમાણ જોતા છેલ્લા ત્રણેક વર્ષથી સંકલ્પ ન લેવાનો જ સંકલ્પ લઇ લીધો છે. (અને આ સંકલ્પનું સંપુર્ણ પાલન પણ થયું છે!)
– છતાંયે આ નવા વર્ષે કોઇ સંકલ્પ લેવો જ પડે એમ હોય તો આવનારા વર્ષ માટે કંઇક આવો સંકલ્પ લઇ શકાય; ‘પડશે એવા દેવાશે.. બાકી બધુ જોયું જશે.. (આમ પણ જીવનને પ્લાન કરીને ચાલવું મને ફાવે એમ નથી)
– હવે, કાલે તો હું કોઇ પોસ્ટ મુકવાનો નથી એટલે આજે જ બધાને હેપ્પી ન્યુ યર, સાલ મુબારક, નવું વર્ષ મંગળદાયી હો એવી શુભેચ્છા તથા નુતન વર્ષાભિનંદન…
– તો મળીયે, નવા વર્ષે..
👍


![31મી વાર્ષિક ગાથા [170609] a person](https://i0.wp.com/marobagicho.com/wp-content/uploads/2017/06/lonely-person.jpg?fit=210%2C104&ssl=1)
1} મસ્તી કદી ‘સસ્તી’ હોતી નથી, માટે જ
મસ્તી કદી ‘અમસ્તી’ હોતી નથી 😉
2} ત્રણ વર્ષોની ત્રણ કેક માટે અરજી કરવામાં આવે છે 😉 , Greetings 🙂
3} અને અમને પણ તમારા જેવું જ સાસરું મળે કે જ્યાં પાંચ થી છ દિવસ રોકાઈ શકીએ 😀
મસ્તી સસ્તી ભલે ન હોય પણ એટલી મોંઘી પણ હોતી નથી. 🙂
આભાર. આપની અરજીને યોગ્ય વિચારણા માટે જે-તે વિભાગમાં મોકલી આપવામાં આવે છે. (ખાસ નોંધઃ આ જે-તે વિભાગ માત્ર વિચારણાં જ કરે છે, અમલની આશા વ્યર્થ છે. 😉 )
આ અમારા જેવું સાસરું આપને પણ મળી શકે છે, શોધ આજથી આદરી દો… 😉 (આમ તો ત્યાં જેટલું વધુ રોકાઇએ એટલા સાસુ-સસરા વધુ ખુશ થાય પણ આ જમાઇને અમદાવાદ સિવાય બીજે રોકાવું ગમતુ નથી એ મોટી સમસ્યા છે..)
પાર્ટી! સાસરિયામાં જલ્સા કરજો. કહેવાની જરુર છે? 😉
અને, હા – તમને અને સમગ્ર પરિવારને હેપ્પી દિવાળી અને સાલ મુબારક!
પાણીનો ગ્લાસ પણ માંગ્યા પહેલા મળે એટલે જલ્સા તો રહેશે જ… 😉
આપ સૌને પણ હેપ્પી દિવાળી અને સાલ મુબારક.
આપને પણ હેપ્પી દિવાળી, હેપ્પી ન્યુ યર,સાલ મુબારક 🙂
વાહ આનંદો , મારે તો સાળી નથી માત્ર સાલો જ છે .
સાત દિવસ આનંદ કરી આવો પછી અનુભવની અપડેટ્સ જણાવજો …
MANY MANY CONGRATULATONS ON HATTRICK !
& WISH YOU A VERY HAPPY NEW YEAR
થેંક્સ ભાઇ, આનંદનો અનુભવ ચોક્કસ ઉમેરવામાં આવશે..
‘જીસ સસુરાલમેં સાલી ન હો…’ જેવું એક ગીત છે. અત્યારે તો યાદ નથી પણ તમારે શોધી લેવા જેવુ ખરું.. 🙂 (આ ‘સાળા’ની જગ્યાએ ‘સાલો’ ભુલથી લખાયું છે કે પછી……??? 😀 :D)
આપને અને આપના પરિવારને ‘હેપ્પી દિવાળી’ અને નવા વર્ષની એડવાન્સમાં શુભેચ્છાઓ…
|| દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ ||
દીપાવલીના દીપ આપણા અંતરને ઝગમગાવી, ઉત્સાહ અને આનંદ સાથે પરસ્પર સ્નેહના સમ્બન્ધો વીકસાવી, પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બની રહો એવી સર્વ મીત્રોને દીલી શુભેચ્છાઓ… નુતન વર્ષાભીનંદન…
દિવાળી ની શુભકામના!
સંવત ૨૦૬૯ ના નુતન વર્ષે ……………
આપ સર્વે કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના સાથે નુતન વર્ષાભિનંદન