મારા બગીચાની નવી ઇ-શાખા !!

. . .

– આજે બગીચાની બીજી બ્રાન્ચની શરૂઆત. આ વખતે વર્ડપ્રેસના બદલે ગુગલના બ્લૉગર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. (ચેન્જ… યુ નો.. ;)) બ્લૉગરને વર્ડપ્રેસથી સરળ કહેવું કે અઘરૂ તે નક્કી કરવું સરળ નથી.

– હેતુ : ફેસબુકમિત્રો સાથે વહેંચવામાં આવેલ નાના-મોટા જોડકણાં કે વાકયો જેને કદાચ ગઝલ (?) કે કવિતા (?) ગણી શકાય, તેવી રચનાઓને એક ઠેકાણે રાખવા અને વહેંચવા માટે. (હાશ…. અહી મારી વાતોની વચ્ચે હવે કવિતા કે ગઝલનો ત્રાસ નહી આવે.. 😀 😀 :D)

– બીજી શાખાનું નામ “મારો બગીચો” જ રાખવામાં આવ્યું છે. (આફ્ટરઑલ, ‘બ્રાન્ડ’ પણ એક મહત્વની ચીજ હોય છે !! 🙂 )

– ટૅગ-લાઇનમાં નાનકડો (હા હવે, નાનકડો જ કહેવાય એવો) સુધારો કર્યો છે જેથી થોડું અલગ પણ લાગે. (બ્રાન્ડીંગની સાથે-સાથે નવી જગ્યાની અલગ પહેચાન બનાવવી પણ જરૂરી હોય છે.)

– નવા બગીચાનું સરનામું : http://marobagicho.blogspot.in/

– શરૂઆત મારી એક જુની રચનાથી જ કરી છે તે ઉપરાંત અન્ય પોસ્ટ પણ ઉમેરવામાં આવી છે. (શરૂઆત કરવા જુનુ-પુરાનુ કંઇક તો નાખવું પડે ને…)

– વર્ડપ્રેસના ‘લાઇક’ બટનને ત્યાં બહુ ‘મીસ્સ’ કરીશ… (કારણ ? – આજકાલ મારા બગીચાની વાતોમાં કૉમેન્ટ કરતાં ‘લાઇક’ વધારે હોય છે એટલે…:))

– બ્લૉગરમાં customize template ની સગવડ સરસ છે. (હા, કૉમેન્ટ કરનારને તે ‘રૉબૉટ’ નથી એ સાબિત કરવું ત્રાસદાયક લાગશે.)

– આજનો આખો દિવસ બ્લૉગસ્પોટને સમજવામાં વિતાવ્યો છે. બ્લોગરના બ્લૉગ હજુ ‘.com’ અને ‘.in’ વચ્ચે મુંજાય છે.

. . .

6 thoughts on “મારા બગીચાની નવી ઇ-શાખા !!

    1. ના ભાઇ, વર્ડપ્રેસ અને તેના ઉપકારને એમ ના ભુલી શકાય ને… અહીયા તો હવે કાયમી ઠેકાણું બનાવી દીધું છે.

      આ તો માત્ર બદલાવ અને નવા અનુભવ માટે ‘બ્લૉગર.કોમ’ની પસંદગી કરવામાં આવી છે.
      (એક ખાનગી વાત જાહેરમાં-વર્ડપ્રેસમાં ‘marobagicho’ નામ ફરી ન મળે અને ત્યાં એ ઉપલબ્ધ હતું.)

  1. મારા કેસ માં ઊંધું છે…. હું બ્લોગસ્પોટ માંથી વર્ડપ્રેસ પર આવ્યો હતો…. જો કે પહેલા તો ગુજરાતી માં ઘણું ઓછું લખતો હતો…. અને હવે તો ગુજરાતી સિવાય લખવાનું જ બંધ થઇ ગયું છે(કોલેજ ના assignments ને માફ કરતા)…. 😀

    1. ગુજરાતી ભાષા પ્રત્યે આદર અને પ્રેમના કારણે અહી માત્ર ગુજરાતીમાં જ લખવાનું-જીવવાનું નક્કી કરેલું છે. અંગ્રેજીમાં પ્રતિભાવ સ્વીકાર્ય છે પણ મારો જવાબ તો શુધ્ધ ગુજરાતીમાં જ રહેવાનો. 😉

      તમે બ્લૉગસ્પોટના અનુભવી તો હશો જ એટલે જરૂર પડ્યે મદદની આશા રાખીશું જો કે તમે તે સાઇટથી અહી આવ્યા છો તો ત્યાં કંઇક ખુટતું જરૂર લાગ્યું હશે એવું માની લઉ છું… 🙂 એક સમયે તો હું વર્ડપ્રેસ માટે નવો હતો (કદાચ વર્ડપ્રેસ મારી માટે નવું હતુ એમ પણ કહી શકાય) હવે હું અહી થોડા અનુભવીના વિભાગમાં આવુ છું એટલે થયું કે કોઇ નવો અનુભવ પણ કરી લઇએ. વર્ડપ્રેસની જેમ બ્લૉગસ્પોટના બ્લોગની પણ એક અલગ દુનિયા છે.

      1. ગુજરાતી ભાષા માટે પ્રેમ તો રહેવાનો જ…..
        હવે બ્લોગસ્પોટ ના અનુભવ ની વાત કરીએ તો ‘એટલો સારો અનુભવ પણ નથી’….એ તો જરાક લખવાની શરૂઆત કરવી હતી અને બ્લોગસ્પોટ સિવાય બીજી કોઈ સાઈટ ની જાણ નતી.તો પણ જો મદદ થાય એવું હશે તો ચોક્કસ જ કરીશ. અને બ્લોગસ્પોટ માં જોઈ કઈ ખૂટતું હતું તો એ છે ‘વાંચવા વાળા લોકો’…. અને experience લેવા જેવો તો ખરો જ બ્લોગસ્પોટ નો પણ…. 🙂

બોલો, શું કહેવું છે તમારે...