– ગરમીનો પ્રકોપ સંપુર્ણ માત્રામાં ખીલેલો છે. (મારા જેવો ઠંડો જીવ પણ એ.સી. ના રવાડે ચડી જાય એ આ ગરમીના પ્રકોપની મોટી નિશાની.)
– પૃથ્વીને અગનગોળો બનતી બચાવવા માટે શ્રધ્ધાળુંઓ હવે ગરમી-દેવીના મંદિરે જઇને ઠંડાઇ-ચાલિસાના પાઠ કરે તો કદાચ કોઇ કૃપા થાય… (આ ગરમીદેવીની ‘કૃપા’ સાથે નિર્મલ બાબાને કાંઇ લેવા-દેવા નથી.)
– ભ્રષ્ટાચાર, ક્રિકેટ, બાબાઓના ભવાડા, ગોટાળા, પેટ્રોલના ભાવ, નેતાઓના કાંડ, વગેરે વગેરે વગેરે….. આ બધી આપણાં દેશની કાયમી સમસ્યાઓ છે, જેની હવે મારા બગીચામાં નોંધ લેવી જરૂરી નથી લાગતી.
– આમ જોઇએ તો માણસજાતનો સ્વભાવ જ હોય છે ફરિયાદ કરતા રહેવાનો. શિયાળામાં ઠંડીથી, ઉનાળામાં ગરમીથી અને ચોમાસામાં વરસાદથી આપણને વાંધો હોય છે બોલો!! કયારેક વિચાર આવે કે આપણે કેટલા જલ્દી કંટાળી જઇએ છીએ..
– ભાણીયાંઓથી ઘર ગુંજી રહ્યું છે અને એમાંયે કાલે રજા છે. આજે સવારે જ મારી પાસે કબુલાવવામાં આવ્યું છે કે હું કાલે સાંજે તે બધાને કાંકરીયા ફરવા લઇ જઇશ. (હે પરવરદિગાર…..વેકેશનના સમયે રજાના દિવસે હરવા-ફરવા અને ખાવા માટે કીડી-મકોડાની જેમ ઉભરાતા મારા અમદાવાદી નાગરિકોની ભીડમાં સમાવવા મને થોડી જગ્યા દેજે…)
– આવતી કાલે ઇશકજાદે જોવાનો પ્લાન છે, એ પણ એકલાં-એકલાં!!! જે કોઇ સાથે આવવા ઇચ્છતું હોય તે આજે નામ નોંધાવી શકે છે. (સ્ટોરીમાં આપણને કોઇ રસ નથી. હું તો ફિલ્મની હિરોઇનને જોવા માટે જોવા જવાનો છું. સાંભળ્યું છે કે બહુ મસ્ત છે… 😉 )
– ચલો, ઓફિસ ટાઇમ પુરો થવા આવ્યો છે…તો હવે ઘર તરફ પ્રયાણ કરીએ.


![અપડેટ્સ-47 [Feb'15] ahmedabad night uttrayan](https://i0.wp.com/marobagicho.com/wp-content/uploads/2015/02/ahmedabad-night-uttrayan.jpg?fit=210%2C115&ssl=1)
![અપડેટ્સ-39 [April'14] sansad bhavan india delhi](https://i0.wp.com/marobagicho.com/wp-content/uploads/2014/04/SansadBhavan_mb.jpg?fit=210%2C85&ssl=1)
” ચલો, ઓફિસ ટાઇમ પુરો થવા આવ્યો છે…તો હવે ઘર તરફ પ્રયાણ કરીએ”
ચાલો અમારો પણ સુવાનો સમય થયો છે, પથારી ભેગા થઈએ !
-તમે ખરું સાંભળ્યું છે, ઇશકજાદે માત્ર પરીણીતી ચોપરા માટે જ જોવું.
-રજાના દિવસે બહાર ફરવા નીકળવું ખરેખર અઘરી બાબત છે(Atleast મારા માટે)
ઇશકજાદે હજુયે બાકી છે…અને રજાના દિવસે ફરવા ન નીકળવું એ મારો જુનો નિયમ છે પણ મજબુરીનું નામ….
શું વાત છે? આજ કાલ આ ઇશકજાદે મુવી તેની હિરોઈન ના લીધે બહુ જોરશોર થી ચર્ચા માં છે, ખરેખર જોવા લાયક છે?
આવુ બધું જાહેરમાં ન પુછો સાહેબ. ચલો, પુછ્યું જ છે તો આપને ખાનગીમાં જણાવી દઉ કે, હું હજુ ‘લેડિઝ vs રીકી બેહલ” થી જ તેનો તાજ્જો ફેન બન્યો છું…અને ઇશકજાદે મુવી જોવા લાયક છે કે નહી તેની તો ખબર નથી પણ તેની હિરોઇન………એકવાર જોઇ લેજો…સમજાઇ જશે. 😉
🙂 આપના આ નિખાલસ જવાબ ની બહુ મજા આવી, આપની ટકોર જરૂર થી ધ્યાન માં લેવા જેવી છે.
આ લેડિઝ v/s રીકી બેહલ સારું મુવી નીકળ્યું. થોડા સમય પહેલાં ટીવી પર જોયું હતું.
ફિલ્મ તો સારી લાગી હતી પણ બહુ ચાલી નહી.. મને તેમાં પરિણીતી ચોપરા(ડિમ્પી)નું કેરેક્ટર ઘણું ગમ્યું હતું.
અરે ભાઈ તમે “ishaqzaade” પેહલા જુવે તે પોતાનો અભીપ્રાય આપવાનું ભૂલતા નહિ. કારણકે “બગીચા” ટહેલવા આજે હું પેહલીવાર આવ્યો છું.