એક જાહેરાત – સરનામું બદલેલ છે !

એલર્ટઃ આઉટડેટેડ પોસ્ટ!

– મારા બગીચાના મુલાકાતીઓને જણાવવાનું કે અમે અમારા બગીચાનું મુખ્ય ઇ-સરનામું બદલેલ છે.

– બદલાયેલ નવું સરનામું છે: “મારોબગીચો.કોમ ” – www.marobagicho.com

– જો કે જુના સરનામે આવતા મુલાકાતીઓને નવા સરનામે મોકલી દેવાની સુવિધા શ્રી વર્ડપ્રેસ મહોદય દ્વારા આપવામાં આવી રહી છે એટલે મારા બગીચાના મુલાકતીઓને કોઇ અસુવિધા નહી થાય.

અપડેટઃ ઉપરોક્ત સુવિધા હવે બંધ છે.

– આ બદલાવની અસર ‘ગુગલ રીડર’ કે અન્ય ‘ફીડ રીડર’નો ઉપયોગ કરનાર લોકોને કઇ રીતે થશે તેનો મને કોઇ અનુભવ નથી. (છતાંયે મારી વિનંતી છે કે જો તમે નવું સરનામું અપડેટ કરી લેશો તો વધુ સગવડભર્યું રહેશે.)

– હવેથી મારા બગીચાની દરેક પોસ્ટની ‘ફુલ ફીડ’ અનેબલ કરી દેવામાં આવી છે એટલે આપ દરેક પોસ્ટને રીડરમાં જ પુરેપુરી જોઇ શકો છો. (પણ ત્યાં મારા બગીચા જેવું બેકગ્રાઉન્ડ નહી મળે હોં!)

– નવા ડોમેઇન એડ્રેસ માટે મારા બગીચાને સૌ પ્રથમ મારા દ્વારા અભિનંદન અને આજસુધીની સફરમાં સાથ આપનાર મિત્રો-વડીલોનો આભાર. 🙏


વધારોઃ આ વિષયે લેટેસ્ટ માહિતી અહીં છે – <જુઓ>

8 thoughts on “એક જાહેરાત – સરનામું બદલેલ છે !

    1. હા. મારો મુખ્ય ઉદ્દેશ્ય ડોમેઇન ખરીદવાનો જ હતો અને થોડી વિચારણાબાદ વર્ડપ્રેસના અપગ્રેડ સ્ટોરમાંથી જ તેને ખરીદવું યોગ્ય લાગ્યું. હોસ્ટિંગ અને સોફ્ટવેર કાયમ વર્ડપ્રેસનું જ રહે તો તે મારી માટે ઘણું સરળ બને એમ છે.

      આભાર.

  1. DARSHITBHAI……… બગીચાનું સરનામું ભલે બદલાય…. પણ આ ભવાટવિ ના પક્ષિઓ તો ગમે ત્યાથી…આપને શોધી કાઢવાનાજ………..

  2. તમને નવું ઘર ખુબ જ ફળે . . એવી હૃદયેચ્છા 🙂 . . .

    અને હા , તમે હોસ્ટીંગ વર્ડપ્રેસનું જ રાખ્યું , તે ગમ્યું 🙂 . . .

    અને હા , રીડરમાં બગીચાનો એવો કલરવ ન સંભળાય કે જે સાક્ષાત બગીચામાં બેસીને સંભળાય . . . માટે અહીંયા તો આવવું જ રહ્યું 😉

Comments are closed.