જાન્યુઆરી’13 : અપડેટ્સ-2

. . .

– નેધરલેન્ડથી આવેલા સજ્જને વિદાય લઇ લીધી છે અને હવે તેઓ તેમના ઠેકાણે પણ પહોંચી ગયા છે. (અમદાવાદની ‘વ્યવસ્થિત’ ટ્રાફિક-સેન્સ અને રસ્તા વચ્ચે ‘હકથી’ રખડતી ગાયો-કુતરાઓને જોયા બાદનો તેમનો ચહેરો જોવાનો લ્હાવો હવે નહી મળે!)

– ઠંડી આ વખતે જવાનું નામ જ નથી લેતી. (જો કે તેના કારણે આજકાલ બે સ્વેટર પહેરવાથી હું થોડો ‘ભર્યો-ભર્યો’ દેખાઉ છું!)

– ટેણીયો અને તેની મમ્મી દસ તારીખે ઘરે આવશે પણ તેમને લેવા બે દિવસ વહેલા જવાનું છે. (વ્યવહાર છે ભાઇ.. આ વખતે તો સાચવવો જ પડશે.)

– દિલ્લીગેંગરેપ કેસના એક ‘ખાસ’ આરોપીને સગીર ગણીને છોડી દેવાશે !! (બોલો.. અંધાકાનુન જીંદાબાદ!!)

– વચ્ચે બગીચામાં બદલાવના ચક્કરમાં ઉત્તરાયણની અને તેની આસપાસની અપડેટ ચુકી જવાઇ અને હવે તો હું પણ ભુલી ગ્યો કે મેં ત્યારે શું કર્યું હતું!! (ગુજરાતી ભાષાની સિસ્ટમ પ્રમાણે આ એક ‘શું’ ની જગ્યાએ ‘શું-શું’ આવે; પણ એમ લખું અને તમે મારી મજાક ઉડાવો તો…? એટલે ચેતીને ‘એક’માં જ પતાવ્યું છે. 😉 )

– થોડા સમયમાં ઘણાં લગ્નો ‘પતાવ્યા’. હજુયે બે લગ્નો બાકી છે અને બંને મારું ‘તેલ’ કાઢી નાખશે એ ચોક્કસ છે. (હે પબ્લીકના પરવરદીગાર, ઠંડી થોડી ઓછી કરોને યાર…તો લગ્નમાં વહેલા ઉઠવું થોડું સરળ બને.)

– પાછળના દિવસોમાં એક ‘ચીટર’ સજ્જને મને ફરી એકવાર શીખવ્યું કે; “દરેક માણસ પ્રામાણિક નથી હોતા અને અજાણ્યા ઉપર ભરોષો મુકતા પહેલા સો વખત વિચારવું જોઇએ.” (પરંતુ મારી સમસ્યા એ છે કે ભરોષો મુકતી વખતે હું ૧૦૧ થી જ વિચારવાનું શરૂ કરું છું !! હશે… મારા નસીબમાં જ છેતરાતા રહેવાનું લખ્યું હશે…)

# હવે એક ખાનગી વાત: (મને પર્સનલી ઓળખતા લોકો ન વાંચે તો સારું)
– આવનારાં દિવસોમાં એક એવા પણ લગ્ન છે જેમાં ‘પરણનારી’ મારી જુની XXXXX છે અને તેના તરફથી મને લગ્નમાં આવવાનું ખાસ આમંત્રણ છે પણ હું નથી જવાનો.
– કારણ: અમે અલગ થયા તે ઘટના પાછળ તેના ‘સુંદર’ કરતુત અને તે પ્રત્યે મારી સખત નારાજગી હતી. મારા જીવનનો આ એક એવો સંબંધ છે જેનો અંત મે એકઝાટકે કર્યો હતો અને તેના પછી કયારેય પાછળ ફરીને જોયું નહોતુ. ત્યારથી અમારો સંબંધ એકબીજા સાથે નામમાત્રનો પણ રહ્યો નથી અને આજે હવે તેનું આ આમંત્રણ સ્વીકારીને તે ભુલાયેલા સંબંધને ફરી શરૂ કરવાનો મારો કોઇ ઇરાદો નથી.

. . .

6 thoughts on “જાન્યુઆરી’13 : અપડેટ્સ-2

  1. 1} કદાચ સગીરમાંથી પુખ્ત થવાનાં એ દિવસોમાં જાણે તેને દુનિયાની બધી રીત-રસમોની જાણ થઇ જવાની હોય ❗ [ જાણે 17 વર્ષ અને 364 દિવસો દરમ્યાન એ સગીર હતો અને 18મુ બેઠું એટલે તરત પુખ્ત થઇ ગયો !!! ]

    2} એ શું – શું નહિ પણ . . સુ – સુ કહેવાય 😀

    3} ક્ષમા , પણ એક વાત ક્યારેય નથી સમજાતી કે . . . ફિલ્મોમાં તો આવું થતું હતું કે Ex . . તેમને પોતાના લગ્નમાં બોલાવે પણ આ તો હકીકતમાં પહેલી વાર જાણ્યું અને તેવું કરવાથી શું સાબિત થતું હશે ❗

    1. ઘણાં સમય પહેલા કોઇ રાજ્યની સ્થાનિક કોર્ટ દ્વારા ગંભીર ગુનાઓમાં સગીર બાળકોની વધતી જતી સંખ્યા જોઇને અવલોકન નોંધવામાં આવ્યું હતું કે હવે સગીરની વ્યાખ્યામાં ઉંમર અંગે ફેરવિચારણાની જરૂર છે. દિલ્લીનો તે આરોપીને ૧૮ વર્ષ પુરા કરવામાં થોડા જ દિવસો ખુટે છે પણ કાયદો એટલે કાયદો !! તેણે ગમે તે કર્યું હોય પણ તેને છોડી દેવો પડે!!

      સ-શ-ષ ના ઉપયોગ અને અર્થ વચ્ચેનો ફરક ઘણાં ઓછા ગુજરાતીઓ કરી જાણે છે. એટલે ચેતતા રહેવું સારું… 😉

    2. અરે, છેલ્લી વાત બાકી રહી ગઇ.. આવું કરવાના મુખ્ય બે હેતુ હોઇ શકે છે; જેમ કે…
      – તેને ખરેખર પસ્તાવો હોય અને છેલ્લે-છેલ્લે તે પોતાની જુની ભુલ સુધારવા ઇચ્છતી હોય.
      – આમ આમંત્રણ આપીને પોતે કોઇ બીજા સાથે ખુશીથી જઇ રહી છે તે જતાવવા ઇચ્છતી હોય.

      પણ, તે અંગે કોઇ ટેન્શન લેવા કરતા મેં ત્યાં ન જવાનો નિર્ણય કર્યો છે. એટલે એ પણ ખુશ અને હું પણ… 🙂

  2. વેલ , એ મેરેજ માં જવું કે ના જવું એ તમારી અંગત બાબત છે , પણ મારું માનવું એવું છે કે એક્સ ના મેરેજનું ઇન્વીટેશન મળે તો ચોક્કસ જવું જોઈએ , ધેટ શોઝ કે બંને લોકો તેમના જીવનમાં મુવ ઓન થયા છે , અને પ્રણય સંબંધ આગળ ના વધી શક્યો ધેટ ડઝન્ટ મીન કે સંબંધ સાવ જ તોડી નાખવો. આટલા સમય સુધી સાથે સુખ દુખ વહેચ્યા હોય તો ભવિષ્યમાં ક્યારેક હાલ – ચાલ પૂછી શકાય એટલા પુરતો સંબંધ રાખવો જોઈએ , એવું મારું માનવું છે , ઇન જનરલ ! બાકી દરેક વ્યક્તિને હું આવું ન કહી શકું કારણ કે મને ખબર છે કે કોઈ પણ સંબંધ કે વ્યક્તિને આપડે જાણતા ન હોઈએ તો એના પર ટીકા કેવી રીતે કરી શકીએ !
    અને મારી એક પોસ્ટ પર ની તમારી એક કોમેન્ટના કેટલાક શબ્દો અહી ટાંકુ છું –
    “જો કે મે મારો બ્લૉગ બનાવતી વખતે નક્કી કર્યું’તુ કે સ્કુલ-કૉલેજના સમયની બધી ખાટી-મીઠી (અને કડવી) વાતોને ખાસ લખીશ. ઘણાં કિસ્સા એવા છે જે નવા નિશાળીયાઓ (અને કાચા-કુંવારાઓ)ને ઘણું ચેતવી-શીખવી-સમજાવી શકે એમ છે. તે બધું લખવાની શરૂઆત પણ કરી હતી પણ પછી થોડી ગડબડ થવાના કારણે આખો પ્લાન પડતો મુકવો પડયો અને તે ગડબડના કારણે જ આજે પણ મારા બગીચાની 50% વાતો ‘પ્રાઇવેટ’ રાખવી પડે છે… ”
    પ્રાઈવેટ ને પબ્લિક કરી શક્યા એ બદલ ખુબ ખુબ અભિનંદન

    1. આભાર ભાઇ.. જયારે અમે અલગ થયા ત્યારે દિલમાં તેના માટે ઘણી નફરત હતી પણ હવે તેના પ્રત્યે બીજી કોઇ લાગણી રહી નથી. નફરત અને તેના કારણો તો સમય સાથે ઘણાં નાના થઇ ગયા છે. તમારી ભાવનાની કદર છે પણ અમારા આ સંબંધને આગળ ન વધવા દેવો અથવા તો ભુલાયેલો જ રહેવા દેવો વધારે ઠીક રહેશે. (કદાચ તેના/મારા ભવિષ્ય માટે પણ એજ સારું છે.)

બોલો, શું કહેવું છે તમારે...