ગુજરાતી બ્લૉગર મિત્રો માટે બે ટીપ્સ !

. . .

– અમને બ્લૉગ જગતમાં આવ્યાને બે વર્ષ થઇ ગ્યા એટલે હવે અમે એકાદ સલાહ આપવાની લાયકાત તો ધરાવીએ છીએ. (મારા વધુ અનુભવી વડીલો આ કુચેષ્ઠા બદલ ક્ષમા કરશે એવી આશા છે.) આ મારો બગીચો આમ તો મારા વિચારો અને અનુભવો માટે જ છે છતાંયે અમે કયારેક સલાહ આપવા માટે આ જગ્યાનો દુરૂપયોગ કરી લઇએ તો કોઇને વાંધો તો ન જ હોય ને..

– એક અનુભવીની નજરે જોઇએ તો આ સલાહમાં નવું કંઇ નથી અને તેનો અમલ કરવાથી કોઇ મોટો ફાયદો પણ નથી થવાનો. (જો ફાયદો થતો હોત તો અમે તેને મફત આપતા ન હોત!! 😉 )

– ઓકે, ફાયદો નથી થતો તેનો મતલબ એ નથી કે તેનું કોઇ મહત્વ નથી. ભલે મોટી વાત ન હોય પણ નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી બ્લૉગ સુંદર અને લખાણ વાંચનલાયક બને છે. હા, આ વાંચનલાયક લખાણનો મુખ્ય આધાર તો તમે ‘શું’ લખો છો તે ઉપર જ રહેવાનો ! (મારી જેમ કંઇ પણ લખ્યા રાખશો તો કોઇ નહી વાંચે..)

– ચલો હવે, ટીપ્સ ઉર્ફે સલાહ :

1. તમે તમારી પોસ્ટનું ટાઇટલ ભલે ગુજરાતીમાં રાખો પણ તેની લીંક અંગ્રેજી ભાષામાં જ રાખો.

# કારણ – ગુજરાતી ભાષા બ્રાઉઝરના એડ્રેસબારમાં હજુ સર્વ-સ્વીકૃત નથી એટલે જયારે આવી કોઇ પોસ્ટને તેનું url ટાઇપ કરીને બ્રાઉઝરમાં સીધી જ ઓપન કરવી શક્ય નથી હોતી, જે અંગ્રેજીમાં જ શક્ય છે. અંગ્રેજીમાં લીંક રાખવાથી તેને share કરવું સરળ રહેશે અને કોઇ પણ જગ્યાએ જે-તે પોસ્ટની લીંક આપશો તો લીંક ઉપરથી જ લખાણના વિષયનો પણ ખ્યાલ આવી જશે. આ ઉપરાંત લીંકને અંગ્રેજીમાં રાખવાના બીજા પણ ઘણાં ફાયદા છે જે આપને ધીરે-ધીરે સમજાઇ જશે.

# કઇ રીતે કરશો – આમ તો આ ઘણું સરળ છે. વર્ડપ્રેસમાં જયારે તમે ટાઇટલ લખો છો ત્યારે તેના પ્રમાણે જ ઓટોમેટીક લીંક બની જતી હોય છે. દા.ત.: જો તમે ગુજરાતીમાં ટાઇટલ લખશો તો તેની લીંક ગુજરાતીમાં જ બની જશે! પણ ટાઇટલની નીચે જ તેને બદલવા માટે ઓપ્શન આપેલ છે જે નીચે ઇમેજમાં દર્શાવ્યા પ્રમાણે હોય છે.

tips_mb_1. .

2. પોસ્ટને પુરી લખ્યા બાદ તેને Full Alignment માં ગોઠવી દો.

# કારણ : બ્લૉગમાં ઉમેરેલી માહિતીને સુંદર દેખાવ આપવા માટે !!
આપ જાણો છો કે વાંચનારને કંઇક સુંદર દેખાશે તો જ તે વધારે સમય ત્યાં રોકાશે. પોસ્ટને full alignment કરવાથી દરેક લાઇનની શરૂઆત અને અંત ચોક્કસ જગ્યાએ ફિક્ષ થઇ જશે. આ વિશે લખીને સમજાવવું થોડું અઘરું છે એટલે એક બ્લૉગરના મુળ લખાણના અને તેને ‘Align Full’ કર્યા પછીના ફોટો મુકયા છે. (ફોટોને વધુ મોટી સાઇઝમાં જોવા તેની ઉપર કલીક કરશો.)

પહેલા
પહેલા
પછી
પછી

# કઇ રીતે કરશો : જો ખરેખર રસ જાગ્યો હોય તો જાણી લો. આમ તો આ એક સરળ ઓપ્શનનો જ કમાલ છે (ઘણાં જાણે છે પણ આળસમાં તેને અડતા જ નથી!) જે વર્ડપ્રેસમાં સ્ક્રીન ઉપર જ ઉપલબ્ધ હોય છે. Underline ના ઓપ્શનની બાજુમાં જ Align Full નું બટન શોભી રહ્યું છે તે જોઇ લેજો ! તેનો કી-બોર્ડ શોર્ટ કટ છે – [Alt+Shift+J]  અને હજુયે ના મળ્યું હોય તો નીચેનો ફોટો તમારી માટે જ છે સજ્જનો….

tips_mb_2

. .

– આજે આપવા માટે માત્ર બે જ ટીપ્સ છે. જો કે બીજુ તો ઘણું બધું છે ટીપ્સમાં આપવા જેવું પણ તમે બધા એટલા હોંશિયાર છો કે મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને ક-ખ-ગ શીખવવા જેવું લાગશે! એટલે કંઇ નવું કે ખાસ જણાશે તો જ અહી મુકવામાં આવશે.

(*મહાવિદ્યાલય=કૉલેજ)

. . .

23 thoughts on “ગુજરાતી બ્લૉગર મિત્રો માટે બે ટીપ્સ !

  1. બહુ સારી વાત બગીચે ઉગાડી છે…મેં ઘણાના બ્લૉગ પર આ સુધારા કરાવ્યા છે. એનાથી જબ્બર ફેર દેખાય છે.

    પણ ટાઈટલને બદલે કેટેગરીને અંગ્રેજીમાં લખવી ન જોઈએ શું ? હું તો કેટેગરીનું નામ ત્યાં અંગ્રેજીમાં લઘું છું…બેમાંથી કયું સાચું ?

    1. કદાચ હું આપની આ વાતને પુરી સમજી શકયો નથી એટલે આપને યોગ્ય જવાબ ન મળે તો ફરી ધ્યાન દોરજો.

      ગુજરાતી બ્લૉગમાં ટાઈટલ (મથાળું) ગુજરાતીમાં હોય તો વધુ સારું લાગે એવું મારું પણ માનવું છે; ઉપર ટીપ-૧ નો ઉદ્દેશ જે-તે પોસ્ટની લીંકને અંગ્રેજીમાં રાખવા માટેનો છે.

      આ પોસ્ટનું જ ઉદાહરણ લઇએ તો-
      ટાઇટલ: ગુજરાતી બ્લૉગર મિત્રો માટે બે ટીપ્સ !
      પોસ્ટ લીંક: https://www.marobagicho.com/2013/tips-for-gujarati-blogs


      અને ‘કેટેગરી’ (http://en.support.wordpress.com/posts/categories/) – એક અલગ ‘tool’ છે અને ગુજરાતી બ્લૉગમાં તે ગુજરાતીમાં જ રહે તો મારી દ્રષ્ટિએ યોગ્ય છે.

      1. મને કોઈએ એમ કહેલું કે ટાઈટલ નીચે જે એડીટીંગ કરવાનું હોય છે ત્યાં અંગ્રેજી કરવું પણ હું સમજેલો કે કેટેગરીને તે જગ્યાએ અંગ્રેજીમાં મૂકવાની ! હવે ખ્યાલ આવ્યો કે ટાઈટલ લખાય કે તરત જ ત્યાં તે ગુજરાતીમાં લખાઈ જાય છે તેને જ અંગ્રેજીમાં ફેરવી દેવાનું…..

        પણ તો પછી કેટેગરીને સુધારવાની જરુર ન જ રહે ને ? કારણ કે તે તો ટીકમાર્ક કરવાથી ગોઠવાઈ જ જતી હોય છે….પણ એવું ખરું કે કેટેગરીનાં નામો ગુજરાતીમાં હોય તો તેની લીંક લાંબી થઈ જાય ?

  2. ઘણો ઘણો આભાર.
    અગાઉ ટીપ ક્રમાંક ૨ તો માન.જુ.ભાઈએ બરાબર મગજમાં બેસાડી આપેલી. એથી લખાણનો દેખાવ ઘણો સુંદર થયો છે. આપે આપેલી ટીપ-૧ પ્રથમ વખત જાણી. બહુ ઉપયોગી થશે. હવે પછીની પોસ્ટ્‍સ આ પ્રમાણે જ કરીશું. આપનો હાર્દિક આભાર.

    [Edited by બગીચાનો માળી]

  3. align full નું ઓપ્શન શોધવાની તસ્દી અગાઉ મેં લીધેલી પણ નહોતું મળ્યું , પણ હું એને ટેક્સ્ટ માં જ શોધતો હતો , જે અહી જોયા પછી ખબર પડી કે વિઝ્યુઅલ માં છે 🙂 ખુબ ખુબ આભાર

  4. પહેલી ટિપ જાન્યુ ૨૦૦૮માં ફનએનગ્યાન પર મૂકી હતી http://funngyan.com/2008/01/10/post_slug/ જો કે તે પછી વર્ડપ્રેસમાં ઘણાં ફેરફાર થયા છે. પણ આ ટિપ હજીય એટલી જ મહત્વની છે.

    મજાની ટિપ્સ.

  5. જો કે શેર કરવા માટે હશે “ટૂંકી કડી” (શોર્ટલિન્ક)ની સુવિધા ઉમેરાઈ છે.

    ચિત્રમાં તમે સર્કલ કરી દર્શાવ્યું છે તે ‘સંપાદન કરો’ (Edit)ના બટનની બાજુમાં જ બીજું બટન છે “Get Shortlink” તેનો ઉપયોગ કરી તે પોસ્ટ માટેની શોર્ટલિન્ક મેળવી શકાય અને તે બધાને શેર કરી શકાય. આ પોસ્ટની શોર્ટલિન્ક છે = http://wp.me/p1psQd-lL

    1. વિનયભાઈએ કહ્યું તે શોર્ટલિંક અંગેનો લેખ વ.પ્રેસ દ્વારા મુકાયો ત્યારે મેં વાંચ્યો હતો પણ સમજાયો નહીં તેથી પડતો મુકેલો !! આજે વિ.ના લખાણથી સમજાઈ ગયું. (શોર્ટલિંક કરવા માટેની લિંક શોધવાની લિંક પણ વિજયભાઈએ આપી દીધી !!)

    2. શોર્ટલિન્ક આમ તો સારી સુવિધા છે અને પોસ્ટની લિન્ક શેર કરવામાં તે ઘણી ઉપયોગી પણ થાય તેમ છે.

      પણ અંગત રીતે હું શોર્ટલીંકથી દુર રહેતો હોઉ છું વળી તે શોર્ટલીંક કઇ વેબસાઇટ/બ્લૉગમાં લઇ જશે તે લીંક જોઇને ખ્યાલ આવતો નથી. (અને બે-ત્રણ વખત શોર્ટલિન્કથી ‘દગો’ પણ થયો છે એટલે હવે કોઇ શોર્ટલિન્ક ઉપર ક્લિક કરતાં ડર પણ લાગે છે.)

  6. સુચન ૧ ને અનુભવે અનુસરું છું.બીજા માટે બેદરકાર રહું છું.
    મુશ્કેલી ફોટોગ્રાફના ટેક્સ્ટ રેપીંગની છે, ફોટો જોઈએ તેવી રીતે ગોઠવી શકાતો નથી, ઘણી વખત ડ્રાફ્ટમાં યોગ્ય લાગતો ફોટો પબ્લીશ થતાં મુળ સ્થાન ગુમાવી દે છે. ઉપાય હોય તો ઉવાચ !!!!!

  7. હું પણ આવી ટીપ્સ આપતો રહું છું. એમાં મુખ્ત્યવે બે હોય એક તો તમે આપી છે એ યુઆરએલ વાળી અને બીજી ફૂલ બ્લોગ પોસ્ટ (રીડર વગેરેમાં) દેખાય એ માટે જે કાર્તિક મિસ્ત્રીનો રેફરન્સ અને એમની બ્લોગ પોસ્ટની લિંક પણ આપું છું

    મોટાભાગના મિત્રોએ એ સલાહને અનુસરી છે અને અમુક ફૂલ પોસ્ટ સેટિંગ માટે એવું કારણ આપે છે કે કૉપી-પેસ્ટ વાળાને આસન ન થાય એટલે એ નથી કરવું (જો કે કૉપી-પેસ્ટ કરવા વાળા કરી જ લેતા હોય છે.)

    1. જેને મારા બગીચામાં લખેલું કંઇ પણ વાચવું હોય તો અહી જ આવીને જ વાંચે એવો દુરાગ્રહ !! – ફુલ પોસ્ટ સેટિંગ ન રાખવાનું આ મારું મુખ્ય કારણ હતું. (જો કે હવે તો મારા બગીચાના સેટીંગ બદલી દેવામાં આવ્યા છે અને સૌની માટે ફુલ પોસ્ટ ઉપલબ્ધ છે!) અને આ ઇ-યુગના કોપી-પેસ્ટરીયાઓથી તો સ્વ્યં ભગવાન પણ બચાવી શકે તેમ નથી!

      છતાંયે એક ટીપ તરીકે કાર્તિકભાઇના તે બ્લૉગ-પોસ્ટની લીંક અહી મુકી દઉ છું –
      http://kartikm.wordpress.com/2012/06/21/todays-advise-full-rss-feed/

  8. પહેલી ટીપ આપણી ફેવરિટ છે, થેન્ક્સ ટુ વિનયભાઇ! એને post slug કહે છે.
    બીજી ટીપ, ઇટ ડિપેન્ડ્સ. મને તો લેફ્ટ એલાઇન જ પસંદ છે 😉 પણ, અમે ક્યારેક એને અજમાવીશું. આવતી પોસ્ટમાં?

    1. પોસ્ટની લીંકને ‘post slug’ કહેવાય તે આજે શીખ્યા!

      બીજી ટીપને અજમાવી જોજો. લેફ્ટ એલાઇન કરતાં તેમાં લખેલું લખાણ ઘણું વ્યવસ્થિત લાગે છે! આપને ચોક્કસ ગમશે.

બોલો, શું કહેવું છે તમારે...