– આમ તો આ અપડેટમાં કંઇ નવી માહિતી નથી પણ આગળની પોસ્ટનું અનુસંધાન કહી શકાય. (કયારેક ઉતાવળમાં વિગતે લખવાનું ચુકી પણ જવાય યાર…)
– આ પહેલા વ્રજની જે ફોટો અપડેટ પોસ્ટ કરવામાં આવી તેને ધ્યાનથી નિહાળનાર સજ્જન/સન્નારીને ચોક્કસ થયું હશે કે, “વ્રજ સુધી તો ઠીક છે પણ આ લાલ-લાલ મોટર-વાહનનું પ્રદર્શન શા માટે??…” (જો કે આપશ્રી એ એમ વિચારીને મન પણ મનાવ્યું હશે કે અમને એ વસ્તુ પ્રદર્શનમાં રસ હશે એટલે અત્રે વ્રજના ફોટો બહાને તેને પણ રજુ કર્યું હોય.)
– ના બાબા ના.. અમે એમ કોઇ નાહક પ્રદર્શન નથી કર્યું, ચોક્ક્સ સૌને બતાવવા જ અહીયાં તેને રજુ કરવામાં આવ્યું છે અને આજે તે બહાને તેની નોંધ પણ લેવાઇ જાય તેવી એક ઇચ્છા પણ ખરી. (આમ તો મુળ ઇરાદો અહી નોંધ લેવાનો જ હતો પણ લોક લાગણી ને માન આપીને અમે આપને દેખાડવાની વૃતિને પ્રાથમિકતા આપી છે.)
– હા તો મુળ વાત એ છે કે ચાર દિવસ પહેલા મેડમજીનો જન્મદિવસ હતો અને એ જે લાલ-લાલ રંગમાં રંગાયેલું જણાય છે તે તેમની જન્મદિવસની સરપ્રાઇઝ ગિફ્ટ છે. આ બહાને મને પણ તેના ચહેરા પર સરપ્રાઇઝ-સ્માઇલ જોવા મળી. ચલો, ગિફ્ટ વસુલ. 🙂 (આ ગિફ્ટ અચાનક દેખ્યા પછી એ લાલ રંગ મેડમજીના ગાલ પર પણ દેખાતો’તો!)
– આમ તો અમે અંગત રીતે લીલા રંગના ચાહક છીએ પણ આ રેડ-કલર વ્રજની ચોઇસ છે! તેને દરેક વસ્તુમાં લાલ રંગ સૌથી વધારે પ્રિય છે. કપડાં-રમકડાં સુધી તો ઠીક હતું પણ તેના કારણે મને મારા રૂમમાં પણ એક જગ્યાએ લાલ રંગ કરાવવો પડયો છે! (ઉપર ‘હેડર’માં મારા રૂમની તે જગ્યાનો જ ફોટો છે.)
– એમ તો હવે લાગે છે કે, યે લાલ રંગ મેરા પીછા નહી છોડેગા… ઓકે. હવે બીજુ થોડા દિવસોમાં ફરી ઉમેરીશ. (એમ પણ એક જ દિવસમાં બેક-ટુ-બેક પોસ્ટ ઉમેરીને મેં મારા બગીચાનો વર્ષો જુનો રેકોર્ડ બ્રેક કરી નાખ્યો છે!)
– આવજો… ખુશ રહો!
‘લાલ’થી લાલ સુધી 🙂
અને ગાલની લાલી સુધી… 🙂
Vadhare dhyaan to GJ-18 par gayu htu… Being a Gandhinagar-rehvaasi! 😀
GJ-18.. is temporary number.. ચોઇસ નંબર મળતા ૪-૫ મહિના લાગશે એવું અનુમાન છે અને.. ફાઇનલ નંબર GJ-1 માં જ આવશે. અમને એમ ગાંધીનગરનો ભાર ના પચે.. 🙂