~ મને આ વાતમાં પહેલાથી શ્રધ્ધા નહોતી અને આજે ફરી એકવાર નક્કી થયું કે દરેક ઘટના સારા માટે નથી થતી હોતી.
~ મારી આસપાસ ઘણાં લોકો છે જે હંમેશા એમ માને છે કે જે થાય છે તે બધું સારું જ થાય છે.
~ જો ભુતકાળમાં કંઇ ખરાબ થયું હોય તો તેમાં ભવિષ્યમાં કંઇક સારું થવાનું હોવાની આશા તેઓ શોધી લે છે.
~ જો બીજું કોઇ કારણ ન શોધી શકે તો છેલ્લે ઇશ્વરની મરજી માનીને સ્વીકારી લે છે.
~ સૌની શ્રધ્ધા અને વિશ્વાસ તેમને મુબારક.. 🙏
ભુલને ભુલ તરીકે અથવા તો કોઇ દુર્ઘટનાને દુર્ઘટના તરીકે ન સ્વીકારી શકવાની આવી માનસિકતાનો ઉપયોગ જે-તે વ્યક્તિ આશાવાદી બનીને પોતાની અંદરનો ડર છુપાવવા માટે કરતો હોય છે ;અથવા તો વાસ્તવિક પરિસ્થિતિથી દુર ભાગવા માટે કરતો હોય છે.
આશાવાદી બનવું ખોટું નથી પણ સ્વીકારવું પડશે કે દરેક ઘટના સારા માટે નથી થતી હોતી.
નશીબ કે ઇશ્વર મરજી સમજીને નિષ્ક્રિય બની રહેવા કરતાં ભુલને સુધારવા માટે કે દુર્ઘટનાથી બહાર આવવા માટે પ્રયત્નો કરવા જોઇએ.
મને પણ એવું જ લાગે છે કે જે થાય છે તે દર વખતે સારા માટે ન પણ થતું હોય! અને નથી પણ થતું .
હમ્મ્મ્મ્મ…
ઓકે, પણ થયું શું?
તો સાંભળો ગીતા..
જો હુઆ અચ્છા હુઆ,
જો હોગા વો ભી અચ્છા હોગા
તું લેકે આયાથા કી તુને ખો દિયા..
બસ આનાથી આગળ મને નથી યાદ. ઉપરની પાંચ લાઈનમાં તમે ફક્ત બે નામ યાદ કરી લ્યો, બસ જીવન બદલાઈ જશે😂
પાંચમી લાઈનમાં બીજો શબ્દ ‘ જોડીને વાંચવો😀
લગભગ કંઇક ને કંઇક થતું જ રહે છે એટલે હમણાં થયેલી કોઇ એક ઘટનાને અહીં જોડી નહી શકાય. આ તો કાયમી વાત છે.
—
ગીતા તો આપના જેવા જ્ઞાની પુરુષોથી અમને સમયાંતરે સંભળાતી રહેતી હોય છે.. પણ ગીતાબેનની ક્ષમાયાચના સાથે જણાવીશ કે, અચ્છા હુઆ અને અચ્છા હોગા.. આ ખયાલ અમને પચતો નથી.
શ્રી બગીચાનંદ અંગત અનુભવ બાદ અહી ઉપરની વાતમાં એજ ઉપદેશ આપે છે કે “અચ્છા હુઆ અને અચ્છા હોગા” એવું સ્વીકારીને નિષ્ક્રીય ન બનો. “ક્યું હુઆ, કૈસે રોકા જા સકતા થા ઔર રોકને કે લીયે ક્યાં કરના હોગા” એ ખયાલ પર આવો..
—
ભલે કાંઇ લઇને નથી આવ્યા, પણ આસપાસ એક છાપ મુકીને ચોક્કસ જઇશ એ નક્કી છે. હું નહી રહું પણ મારા વિચાર રહેશે.
(અને બીજું કાંઇ લઇને જવું તો પણ ક્યાં? અસ્તીત્વ જ ન રહે, તો લેવા-મુકવાનો સવાલ પણ નથી રહેતો ને!)
—
પ્રતિભાવ બદલ આભાર 🙏