સુનો.. રેટીંગ દે કર જાના!

seperator in post રેટીંગ વ્યવસ્થા

~ ઉપર જે સંવાદ છે તે એક હિન્દી ટ્વીટનું ગુજરાતી વર્ઝન છે. અહીથી કોપી-પેસ્ટ કરનારને હાથ-પગ જોડીને વિનંતી કે કમ-સે-કમ ભાષાંતર ક્રેડીટ તો આપજો. 🙏1 

review rating star with a man રેટીંગ વ્યવસ્થા

~ ઓકે તો આજે નવી વાત એ છે કે થોડા દિવસથી મારા બગીચામાં ઉમેરાયેલી દરેક વાતોના અંતે રેટીંગ આપવાની વ્યવસ્થા ઉમેરવામાં આવી છે. (શા માટે? યાર એવું બધું નહી પુછવાનું.)

~ આજકાલ બધે રેટીંગ મેળવવાની બહુ જ બોલબાલા છે, તો થયું કે અમે પણ સમય પ્રમાણે બગીચાને અપડેટ કરીએ! પરિવર્તન સંસારનો નિયમ છે અને એવું બધું… (સાચું કહું તો મને ઇચ્છા થઇ એટલે આ કર્યું છે, પણ બધાએ ‘સમય પ્રમાણે અપડેટ કરવા’-નું બહાનું જ ધ્યાનમાં લેવું.2)

~ બગીચાના મુલાકાતીઓ જે ઇચ્છે તે રેટીંગ આપી શકે છે. એક વ્યક્તિ એક જ વાર રેટીંગ આપી શકે અને છેલ્લે એવરેજ રેટીંગ દેખાય તેવી અહી વ્યવસ્થા છે. (સાવ દુશ્મની ન કાઢજો. દિલ પર હાથ મુકીને રેટીંગ આપજો. ઉપરવાળો બધું દેખે છે.3)

~ કોઇપણ દોસ્ત વાટકી-વહેવાર કે આંખની શરમ વગર અને લોગ-ઇનની માથાકુટ વગર બિન્દાસ્ત રેટીંગ આપી શકે તેવી સુવિધા છે. (જો કે ‘બે’ થી ઓછા સ્ટાર આપનાર માટે ખાનગીમાં પ્રતિભાવ આપવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે!)

~ રીડર એપ્લીકેશન કે આર્કાઇવ્ઝમાં વાંચતા લોકો રેટીંગ નહી આપી શકે. જે તે પોસ્ટને મારા બગીચામાં ઓપન કરીને જ ‘રેટ’ કરી શકાશે. (રીડરમાં પણ રેટીંગ થઇ શકે તે વિશે ક્યારેક વિચારીશું.)

~ હા તો સુનો.. રેટીંગ દે કર જાના… 👇

બોલો, શું કહેવું છે તમારે...