Jul’20 : અપડેટ્સ

કોરોનાકાળમાં જીવી રહ્યા છીએ એ જ આજની મોટી અપડેટ છે. 

અમદાવાદમાં કોરોના સંક્રમણનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે અને એ જ ગતિથી આ શહેર સામાન્ય સમય તરફ આગળ વધી રહ્યું છે.

જીજીવિષા દરેકમાં છે અને હવે ડરીને રહેવું મંજુર ન હોય એમ બધા લડી લેવાના મુડમાં દેખાય છે. આ સમયે શહેરમાં ઘરેથી બહાર નિકળતો દરેક વ્યક્તિ યોધ્ધા સમાન છે. દરેક્ને શ્રધ્ધા છે કે તેને કંઇ નહિ થાય અને ક્યાંક મનમાં ડર છે તો તે પણ હવે મજબુરી નીચે દબાઈ ગયો છે.

હવે કોઇને બેદરકાર કહીને અપમાન કરવું ઠીક નથી લાગતું. પોતાનો જીવ બધાંને વ્હાલો છે એટલે થઈ શકે એટલાં પ્રયત્ન તે કરશે જ.

અંગત રીતે ન ઓળખતા એવા લોકોએ પણ અમદાવાદ મુકીને થોડો સમય બહાર નિકળી જવા માટે સલાહ આપી છે. તેમની લાગણી બદલ આભાર પણ હું આ શહેરને એમ છોડી શકું તેમ નથી. મને મનમાં પુરો વિશ્વાસ છે કે આ શહેર જલ્દી ઉભું થશે. હું હજુ હિંમત હાર્યો નથી, મારું અમદાવાદ પણ હિંમત હારે એમ નથી.

મેડમજી અને બાળકોને નાના-નાની પાસે ભરૂચ રહેવા મોકલ્યા તેને હવે મહિનો થવા આવ્યો છે. કન્ફ્યુઝ છું કે તેમને હવે લેવા જવું કે નહિ. અહી સ્થિતિ ડેન્જર તો છે; સાથે-સાથે એમપણ થાય છે કે આ સમયે બધા સાથે હોય તો સારું.

અમારી સોસાયટીમાં ત્રણ ઘર પછીના ઘરે એક ભાઇ કોરોનાને સોસાયટીમાં લઇ આવ્યા હતા. હોસ્પિટલમાંથી ઠીક થઇને કાલે જ ઘરે પહોંચ્યા છે. SVP હોસ્પિટલ અને સરકારી વ્યવસ્થાના ભરપેટ વખાણ પણ કરી રહ્યા છે. બીજું બધું તો ઠીક, હવે અમારો ડર ઓછો થઇ ગયો છે.


ઉપરની વાતો અઠવાડિયા પહેલાં લખાયેલી પડી હતી, પણ આજેય સ્થિતિ એવી જ છે. નવું એટલું છે કે આજકાલ અમદાવાદ કરતાં સુરતમાં આંકડા ઝડપથી વધી રહ્યા છે. એમ તો આ આંકડાની માયાજાળમાં પડવા જેવું નથી કેમ કે અસલી ચિત્ર રમેશભાઈ સારી રીતે જાણે છે.

અને હા-ના કરતાં-કરતાં મે પરિવાર ભેગો કરી લીધો છે. ઘરમાં બાળકો સાથે હોય તો એક આનંદ છવાયેલો રહે છે. બધા સલામત રહીશું એવો વિશ્વાસ છે. જો કે થોડી ચિંતા જેવી વાત એ પણ છે કે આસપાસની સોસાયટીઓમાં હવે નવા 5 કોરોના-દર્દી છે!

😰

5 thoughts on “Jul’20 : અપડેટ્સ

  1. છેલ્લા કેટલાક દિવસ થી સુરત નંબર એક બની ગયું છે. પરિવાર ભેગો થઇ ગયો એ સારસ વાત છે. આવા સમયમાં એકલા રહેવા કરતાં પરિવાર સાથે હોય એ સારું જ છે.
    અમે તો વર્ક ફ્રોમ હોમ હાજી બે મહિના કે એનાથી પણ વધુ સમય માટે કરીશું એવું લાગે છે. આવી રીતે જ જીવવું પડશે હવે તો એવું લાગે છે.

    વચ્ચે ઓફિસ આંટો મારતાં આવીએ છે ક્યારેક, બાકી તો ઘરમાં ભરાય ને બેસવું જ યોગ્ય છે.

    1. અમારા કામનો પ્રકાર એવો છે કે વર્ક-ફ્રોમ-હોમ શક્ય નથી. નાછુટકે ઓફિસ ચાલું કરવી પડી છે.

      ધંધો જરૂરિયાત છે એટલે કોરોના સાથે સહજીવન હવે અમારી મજબૂરી છે.

બોલો, શું કહેવું છે તમારે...