ટેકનીકલ વિચારો

થોડા દિવસ પહેલા હોસ્ટીંગ-ડોમેઇન રીન્યુ કરવામાં આવ્યા, તો લાંબા સમય પછી આ બગીચાની ઇ-જગ્યા પર ધ્યાન ગયું અને થયું કે લાંબા સમયથી તેમાં કંઇ નવા-જુની નથી થઇ. (હા, અમને એવું પણ થાય.)

દેખાવ-થીમ તો સેટ જણાય છે, પણ બગીચાના બેકગ્રાઉન્ડમાં ઘણીવાર લીલા બગીચાનું વાતાવરણ ઉભું કરવાની ઇચ્છા થાય છે. (ક્યારેક મસ્ત હરિયાળો બગીચો હતો ત્યાં, પણ હું એમ એક દેખાવમાં અટકું તો ને…)

આમ તો તેવું કરવા જતાં અત્યારની સાદાઇ-સરળતા ખોવી પડે અને સૌથી વધું સમસ્યા બેકગ્રાઉન્ડને લીધે શબ્દોને વાંચવામાં થતી અગવડનો જણાય છે; એટલે ઇચ્છા હોવા છતાયે બેકગ્રાઉન્ડ બદલવાનુ મોકુફ રાખવું પડે છે. (બીજા ભલે ન વાંચે પણ હું પોતે ક્યારેક અહીયા આવીને એમ જ રેન્ડમ-પોસ્ટ જોતો હોઉ છું. મને એવું ગમે છે.)

ખબર છે કે મારા સિવાય કોઇ જોવાના નથી છતાંયે મન મનાવવા બગીચાના દરેક ઇ-પેજના અંતમાં ગોઠવાય એમ હરિયાળી મુકી દિધી છે; હવે મને સારું ફીલ થાય છે! #ફીલગુડ.

જે લોકો વાંચે છે તે એમપણ રીડરમાં જ જોતા હશે એવું મને લાગે છે, તો તેમના માટે આ સુધારાઓમાં કંઇજ નવું નહી હોય. હા, ક્યારેક મારા બગીચાની દરેક નવી પોસ્ટના સ્વયંસંચલિત ઇમેલ અટકાવવાનો નિર્ણય લીધો હતો તેમ રીડરમાં જતી પોસ્ટ-ફીડને પણ અટકાવવાની ઇચ્છા થાય છે. ખબર નહી કેમ પણ એમ લાગે છે કે આ બગીચો ભલે જાહેર-જનતા માટે ખુલ્લો રહે અને કોઇપણ આવે-જાય, પ્રતિભાવ આપે… પરંતુ અહીયાં એ જ આવે જે ખરેખર અહીયાં જ આવવા ઇચ્છતા હોય. મારા લખાયેલા બધા શબ્દો અન્ય કોઇપણ માધ્યમ દ્વારા તેમની પાસે પહોંચીને નાહક કનડગત ન કરે.

હા, જે ચાર-લોકો આ ઠેકાણે નિયમિત આવે છે તે લોકોને પર્સનલી ઇમેલ કરી દઇશ જેથી તેમની ભાવનાઓ સાથે અન્યાય ન થાય. એમ તો વિચારું છું કે બગીચાના જે-જે સોસીયલ પેજ કે એકાઉન્ટ છે તેમાં સમયસર નવી પોસ્ટની ટુંકી જાણ થતી ચાલું રહેવા દઉ; જેને ઇચ્છા હોય એ જ ક્લીક કરીને અહીયાં સુધી આવે. (હા, એ પણ સ્વ્યંસંચાલિત હોય ત્યાં જ; હું અપડેટ કરવા માટે ધક્કો ખાવા નહી જઉ. #બસ_બોલ_દીયા)

એક મોટા સુધારા તરીકે એમ પણ ઇચ્છા થાય છે કે બગીચા સાથે જેટપેકના સંબંધનો અંત કરું. તે જાળવી રાખવાનું મુખ્ય કારણ વર્ડપ્રેસ બ્લોગર્સના લાઇક્સ અને મુલાકાતીઓના રીડીંગ-સ્ટેટ્સ તથા ઇનસાઇટ્સ મેળવતા રહેવાનું હતું. પણ હવે તે માટે ખાસ ઉત્સાહ જણાતો નથી એટલે તે ન રહે તો તેનો વાંધો નથી પણ તેના ન હોવાથી વેબસાઇટ ઘણી જ ફટાફટ ખુલે છે અને મને તેમાં વધુ રસ છે. (આ મુદ્દો સેલ્ફ હોસ્ટેડ બ્લોગ ચલાવતા બ્લોગર્સ જ સમજી શકશે.)

ખૈર, છે તો બધા વિચારો અને ઇચ્છાઓ જ…  છેવટે જે ઠીક લાગશે તે કરીશ.

6 thoughts on “ટેકનીકલ વિચારો

  1. હું રીડર માં થી વાંચવા નો મુજરીમ છું … એ વધારે સાનુકૂળ પડે છે , બગીચા ની સંપૂર્ણ આબોહવા માણવા અમુક વાર વેબસાઈટ પર જાઉ છું પણ મોટા ભાગે રીડર પર… આ ટેકનિકલ વિચારો અમલ કરો તો એની એક પોસ્ટ કરજો 😀

    1. આપનો હુકુમ સર-આંખો-પર, મોટાભાઇ.

      લગભગ નક્કી કરી લીધું છે કે શું-શું થશે. થોડા બદલાવ તો અમલમાં પણ મુકાઇ ગયા છે અને તમે કહ્યું છે તો આવનારી અપડેટ્સની પોસ્ટમાં તે વિશેની નોંધ પણ કરીશ.


      વાંચવા બાબતે રીડરની સાનુકૂળતા વિશે આપની સાથે સંપુર્ણ સહમત.

બોલો, શું કહેવું છે તમારે...