– કઇ ખુશખબર? હા, આગળ તેની જ વાત કરવાની છે..
– થયું એવું કે આજે અનાયાસે જ નવરા બેઠા-બેઠા મારા બગીચાની જુની ગલીયોમાં આંટો મારવાનું મન થઇ આવ્યું. (લે.. કાયમ લખતા હોઇએ, તો કયારેક પાછા વળીને જોવાનું મન તો થાય ને!)
– જુની વાતોમાં રખડતાં-ભટકતાં1 આજથી બરાબર એક વર્ષ પહેલા આજના દિવસે જ લખાયેલી એક એવી પોસ્ટ હાથમાં આવી કે જેને ત્યારે તો પાસવર્ડ પ્રોટેક્ટેડ કરવામાં આવી હતી. (વિચાર્યું’તું કે થોડા સમય પછી તેને ‘ઓપન’ કરી દઇશ પણ સમય-જતા ભુલાઇ ગયું.)
– એક વર્ષ પહેલા જે ખુશખબર થોડા લોકો સાથે વહેંચી હતી, આજે તે પોસ્ટને સહર્ષ ‘ઓપન ફોર ઑલ‘ કરવામાં આવે છે. (યહ દેરી કે લીયે હમે ખેદ જરૂર હૈ)
– હા, મુળ તો આજે સેલીબ્રેશનનો દિવસ છે કે તે ખુશખબરને એક વર્ષ થયું છે! અને તેનું પરિણામ તો તમે બધા જાણો જ છો. 🙂
– જુની ખુશખબર-પોસ્ટની ‘ઓપન’ લીંક જુઓ : અહીં
કાલે મોદી હેટ્રિક નિમિત્તે સવારે કંઇક ભવ્ય દોડવાનો કાર્યક્રમ રાખીએ? 🙂
ચોક્કસ. થઇ જાય… 🙂
(પણ હજુયે તમારા લેવલ સુધી પહોંચવું એ મારી માટે સ્વપ્ન સમાન છે…)
ચોક્ક્સ પહોંચશો. મેં તો ક્યારેય વિચાર્યું ય નહોતું કે હું પાંચ કિમી કરતાં આગળ વધીશ 🙂
મને તો નથી લાગતું કે કયારેય હું સળંગ પાંચ કીમી દોડી શકીશ. છતાંયે આશા અમર છે અને તમારા વિશ્વાસ બદલ આભાર…
ઓહો ….દોડવા ની ચર્ચા આહિયા પણ ચાલે છે …..
પેહલા આપને 5 મીટર થી શરૂઆત કરવી પડશે આપને તો …મારે તો ખરી જ ……
શરૂઆત થઇ જાય પછી તો ભુક્કા કાઢી નાખીએ …..
દોડી દોડી રસ્તાઓના …
5 km ના કેસ માં એવું છે કે ….
દોડી શકાય no doubt
ને એ પણ સળંગ (આંખો ફાડી ને ના જોશો …સાચક્ક માચક્ક યાર )
બસ ખાલી પેલા mall માં ખબર છે automatic દાદરા આવે છે …
બસ મોદીજી વિકાસ કરે ને એવા રસ્તા બનાવે એની વાર છે ખાલી ……
😀 😀 😀
tamaru ek year puru thayu temate khub-khub dhnyavad..