. . .
– નવું કંઇ નથી ભાઇ… મારી એ જ જુની ને જાણીતી સમસ્યા ફરી મારા પર તેની કૃપા વરસાવી રહી છે. તે કૃપાળુ સમસ્યાનું નામ છે. – માનનીય શ્રી બીમારી દેવી ! (આ બીમારીને આટલા માન-સમ્માનથી બોલાવવાનું કારણ એટલું જ છે કે કદાચ એ બહાને તે આ દુબળા-પાતળા જીવ પર થોડી દયા દાખવે.)
– હવે તો મને ચોક્કસ લાગે છે કે મારા શરીરે વર્ષમાં એકવાર તો હોસ્પિટલની પથારીનો લાભ આપાવવાનું નક્કી જ કરી લીધું છે. (મને તો શક જાય છે કે આ ડોક્ટરોએ જ મારા શરીરને દર વર્ષે કંઇક થઇ જાય એવું તો કંઇ ગોઠવ્યું નહી હોય ને? 😉 )
– લગભગ ૭-૮ દિવસ ડોક્ટરોના દવાખાના ઘસવામાં અને પછીના ૬ દિવસ હોસ્પીટલની પથારીમાં તો લેબોરેટરીના ચક્કરો કાપવામાં ગુજાર્યા બાદ ગઇ કાલે ડોક્ટરે રહેમ કરીને મને ઘરે આરામમાં રહેવાની પરવાનગી આપી છે. (આમ તો દરેક બીમારીનો મને અનુભવ હતો પણ આ વખતે એક નવી બીમારીનો અનુભવ પણ કર્યો.)
– ડૉક્ટરે ‘રજા’ આપતી વખતે ઘણી કીમતી સલાહ, આદેશ અને ઢગલો દવાઓ પણ આપી છે. (દવાઓ તો હાથીને પણ ગળવામાં અઘરી લાગે એવી મોટી છે બોલો!! – ઓકે મજાક છે. પણ સાચ્ચે ઘણી મોટી-મોટી છે.)
– આ વખતે બીમારી સાથેનો મુકાબલો થોડો લાંબો ચાલે એમ છે. ડૉક્ટર અને ઘરના લોકો બીમારીની આ વાર્ષિક સિસ્ટમને જડમુળથી હટાવવા કટીબધ્ધ થયા છે. મે પણ પુરા સહકારની ખાતરી આપી છે. (બીજો ઉપાય પણ નથી અને જો કાયમી છુટકારો મળતો હોય તો મારી માટે પણ સારું જ છે.)
– હજુ તો ચાર દિવસ પછી ફરી એક્સ-રે અને બ્લ્ડ રિપોર્ટ જોઇને મારું ભવિષ્ય નક્કી થશે. ડૉક્ટરના મત મુજબ જો બધુ નોર્મલ રહ્યું તો ૧૫ દિવસ નહી તો છ મહિના સુધી તેમની દવાઓ-સલાહોને કડક રીતે સ્વીકારવી પડશે. (હશે, જે થશે એ જોયું જશે… ટેન્શન નહી લેને કા યાર..)
– આજે જાણ્યું કે જુલાઇ સુધીમાં ‘ગુગલ રીડર’ બંધ થઇ જશે. ખબર નહી કેમ તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે પણ ‘ગુગલ રીડર’ કયારેક બંધ થઇ જશે તેવું મે કયારેય વિચાર્યું નહોતું.
– ટેલીફોન-મોબાઇલના બિલ ભરવા માટે આજે ક-મને લેપટોપ ચાલું કરવું પડયું એટલે થયું કે કંઇક અપડેટ પણ કરી દઇએ. ઘણાં દિવસો પહેલા અહી ટેણીયાના ફોટો મુકવાનો પ્લાન કર્યો હતો. જો કે હજુયે તે ‘પ્લાન’માં છે જ પણ કયા-કયા ફોટો મુકવા તે સિલેક્ટ કરવું પડે એમ છે. (હમણાં તો આરામ કરવો પડશે, કદાચ કાલનો દિવસ તે માટે ઠીક લાગે છે.)
– બીજી તો કોઇ નવાજુની નથી. દિવસ-રાત ખાવા-પીવામાં ને આરામમાં ગુજરે છે. ઔર, લાઇફ યું હી કટ રહી હૈ…
. . .
Get well soon.
આરામ અને દવાની અસર જલ્દી થાય અને જલ્દી તાજામાજા થાવ એવી શુભેચ્છાઓ.
get well soon brother..
હવે આવી પોસ્ટ માં “લાઇક” પણ ના ક્લિક કરી શકાય! શ્રી તંદુરસ્તદેવ ના આશીર્વાદ તમને જલ્દીથી મળે એવી શ્રી બીમારી દેવીને વિનંતી.
Get Well Soon 🙂
જલ્દી કુવો મેળવો 😉
કુવો જલ્દી મળે તો તો સારું. लेकीन क्या करे…. हमार बावडी चोरी चली गइ है साब..
Well done Abba . . . Oops . . Darshitbhai 😉
પ્યારા અને નાનકડા બાળકને દિવસમાં ત્રણ વાર . . . જમ્યા પહેલા અને જમ્યા બાદ જોવાથી , આપ જલ્દી સારા થશો 🙂 [ જે આપના કેસમાં અત્યંત સુલભ છે 🙂 ]
get well very soon! 😉
what happens to you ? I hope you will recover soon.
મને તો હોસ્પીટલાઈઝ થવું બહુ ગમે 😉 આરામથી પડ્યા રહેવાનું , નર્સો જોડેથી ઇન્જેકશનો લેવાના 😉 ટીવી પર ફિલ્મો જોવાની , બુક્સ વાંચવાની , બધા ખબર કાઢવા આવે એમની સાથે ગપ્પા મારવાના , અને હોસ્પીટલનો માહોલ ઓબ્ઝર્વ કરવાનો – પણ અફસોસ કે મારા ભાગે હંમેશા બીજાને હોસ્પીટલાઈઝ જોઇને અફસોસ કરવાનું જ આવ્યું છે 🙁 ભગવાનને એ જ પ્રાર્થના કે તમે જલ્દી સાજા થાઓ જેથી મારે ઓછો અફસોસ કરવો પડે ! 🙂
ભાઇ, ભાઇ! હોસ્પિટલનો અનુભવ આનંદદાયક ભલે તમારા માટે હોય, તમારાઓ માટે નહી હોય!
એ તો “દુરથી ડુંગર રળીયામણાં” જ લાગે મારા ભાઇ… બાકી તો ખાટલે પડેલા દર્દીને ખબર હોય છે કે ત્યારે હાલત શું હોય છે. મારા દુશ્મનને પણ હોસ્પિટલના આવા દિવસો ન જોવા પડે એવી હું આશા રાખુ છું.