~ નમસ્તે, આજે આપણે જાણીશું.. ફેસબુક પર વધારે લાઇક અને કોમેન્ટ મેળવવાના સૌથી સરળ રસ્તા વિશે!
~ સૌ પ્રથમ ગુગલ દેવતાના શરણે જઇને એકાદ ભગવાનનો ફોટો શોધી લો. (આમ તો ૩૩ કરોડ કહેવાય છે પણ વધુ ફેમસ હોય એવા કોઇને પકડવાથી ચોક્કસ ફરક પડશે.)
~ તેને ફેસબુક પર આપની પ્રોફાઇલમાં અપલોડ કરો. (ધ્યાન રહે કે ફોટો ‘પબ્લીક‘માં સેર થવો જોઇએ.)
~ ફોટો સાથે જે-તે ‘ભગવાનની જય…..’ લખો અને સાથે ખાસ ઉમેરો કે ‘લાઇક કરશે તો તમારી બધી મનોકામના પુર્ણ થશે; અને જે લાઇક નહી કરે તેની સાથે સાંજ સુધીમાં કોઇ ગડબડ થશે.’ (આવું લખવાથી ઘણો ફાયદો થશે, તેની અમે ૧૦૦% ખાતરી આપીએ છીએ!)
~ ભગવાનના ફોટોમાં ભલે કયાંય ન દેખાતા હોય, તો પણ તમારા નજીકના ફ્રેન્ડ અને સગાઓને ફોટોમાં જયાં-ત્યાં ટેગ કરો. અહી ભગવાનના પરમ ભક્તોને ખાસ ટેગ કરવા. તમને વારંવાર ગમે-તેવી પોસ્ટમાં ટેગ કરતા લોકોને પણ ટેગ કરીને બદલો પણ લઇ શકો છો! (ચિંતા ન કરો, અહી લોકો ‘મને ટેગ કેમ કર્યો’ તેવી ફરિયાદ નહી કરે તેનો અમને વિશ્વાસ છે.)
~ બસ, હવે ‘Post‘ ઉપર ક્લિક કરો અને જુઓ ભગવાનનો ચમત્કાર!
~ જય હો…
🙏
પુસ્તક રેફ. : ફેસબુકમાં ફેમસ થવાના ૧૦૧ ‘ચીપ’ રસ્તાઓ
લેખક : અ.જ્ઞાની બાબા બગીચાનંદ
*સર્વ હક આરક્ષિત.
ટેકનોલોજી ની સાથે અંધશ્રદ્ધા પણ ટેકનીકલ થતી જાય છે…
જાય બગીચાનંદ સ્વામી! 😀
હે વસ્ત, આ મોહરૂપી સંસાર પરિવર્તનના નિયમોથી બંધાયેલો છે. આજે મોહ, પ્રેમ, વાસના જેવા અનેક અનિષ્ટોની જેમ અંધશ્રધ્ધાએ પણ ટેકનીકલ રૂપ ધારણ કર્યું છે. ભગવાન અને તેના ભક્તો પણ હવે હાઇટેક બની રહ્યા છે ત્યારે સૌથી મોટું બંધન ‘સંસારના મોહ’ની બદલે સોસીયલ નેટવર્કિંગનો મોહ બની ગયું છે. સંસારનો મોહ ત્યાગી ચુકેલા તપસ્વીઓ પણ હવે તેનો આ હાઇટેક મોહ નથી ત્યાગી શકતા અને સંસારીઓએ તો તેમાંથી છુટવા માટે ઘણું કપરું તપ કરવું પડે તેમ છે.
તેથી જ સંસારના ઇ-કલ્યાણ હેતુ અ.જ્ઞાની બાબા બગીચાનંદે આ ઇ-આશ્રમમાં સમયાંતરે પધારીને ‘ટીપ્સ’ આપતા રહેવું પડે છે!
કલ્યાણં ભવઃ
are have to bhagvan pan face book par aavine madad kari shake chhe ??!!! 😀
😀 😀
બિચારા ભગવાન પણ શું કરે… જયાં-જયાં ભક્તો જાય ત્યાં-ત્યાં તેમને પણ જવું પડે છે, નહીતો ભક્તો તેમને ઢસડીને લઇ જવાના !!