આ દુનિયામાં દરેક માણસની એક આગવી ઓળખાણ હોય છે; જેમાં સામાન્ય રીતે તેના નામ-જાતિ-વ્યવસાયનો સમાવેશ થાય.
પણ.. મારે તો અહી એક જ ઓળખાણ આપવી છે; કે હું છું બગીચાનંદ, આ બગીચાનો માળી અને આ છે મારા શબ્દોની દુનિયા.. એટલે કે, મારા મનમાં દબાયેલા સંવેદનો, અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. મારો બગીચો!
મારા વિચારો આ બગીચાનું ખાતર છે અને મારા અનુભવો-સંવેદનાઓ આ બગીચાના ફુલ-છોડ છે. આ અનુભવોના ફુલ-છોડ ને અહી શબ્દોથી ઉછેરવા અને સંભાળવા એ જ મારું કામ છે.
જીવનના ઉતાર-ચઢાવમાં બની શકે કે કયારેક હરિયાળાં વિચારોની સાથે-સાથે કોઇ કાંટાળા અનુભવ પણ ઉગી નીકળે પરંતુ મારો ઉદ્દેશ કોઇને દુઃખી કરવાનો કયારેય નહોતો અને ભવિષ્યમાં પણ નહી હોય.
આમ તો અહી આ બધુંયે લખવું એ માત્ર શોખ અને યાદગીરી જાળવવા માટે છે છતાંયે મારો બગીચો ઇંટરનેટ પર ખુલ્લો મુકાયેલો હોવાથી દરેક વ્યક્તિ પ્રવેશ કરી શકે છે અને અહી ઉછરતા અનુભવોના કોઇપણ ફુલ-છોડ અંગે પોતાના વિચારો જણાવી શકે છે.
આપ મને આ બગીચાનો માળી, બગીચાનંદ તરીકે ઓળખો એવી આશા છે એટલે હું મારું સાચું નામ અહી નથી લખતો..
મારો કોઇ અનુભવ, મારા વિચારો કે મારા શબ્દો આપને ઉપયોગી થાય અથવા આપને થોડા સમય માટે પણ ખુશી આપી શકે તો મને ઘણો આનંદ થશે.
ગુજરાતી મારી માતૃભાષા હોવાથી તેના પ્રત્યે ખાસ લગાવ હોય તે સ્વાભાવિક છે. બસ એ જ સ્વાભાવિક્તાને કારણે મારો આ બગીચો આપ સંપુર્ણ માતૃભાષામાં જોઇ શકશો.
ખૈર, આ વાંચી રહ્યા છો તેનો મતલબ એ છે કે આપ મારા બગીચામાં ફરી રહ્યા છો! હું આપનું દિલથી સ્વાગત કરું છું. તમે અહી આવ્યા અને બે ઘડી મારા જીવન બગીચામાં રસ દાખવ્યો તે બદલ આપનો આભાર માનુ છું.
જો આપ આપના અનુભવો કે વિચારો મારી સાથે વહેંચવા ઇચ્છતા હોવ તો સંપર્ક-ડાળીમાં મારા ઇ-ઠેકાણાંની વિગતો છે.
તે ઉપરાંત અહી નીચે પણ આપનો પ્રતિભાવ જણાવી શકો છો. એકબીજા સાથે વહેંચતા રહેવામાં ઘણો આનંદ આવશે..
આવજો. ખુશ રહો!..
liked ur blog
keep it up
Thank you so much sir.
સરસ બ્લોગ બનાવ્યો છે…. લખતા રહેજો…
દોસ્ત ,આપનો પરિચય ગમ્યો .નામ ની આગળ ગણા પાટિયા જુલતા જોયા છે ,પણ આપના પરિચય ની રીત ગમી .
ગુજરાતી બ્લૉગ વિશ્વમાં હાર્દિક સ્વાગત…!
આપના આ બ્લોગને ગુજરાતી બ્લૉગ વિશ્વ નામના બ્લૉગ એગ્રીગેટરમાં ઉમેર્યો છે.
પરિચય આપવાની રીત ગમી હો
આપના બ્લોગનુ નામ “મારો બગીચો” અને આપનુ નામ “બગીચાનો માળી” ઘણું ગમ્યું.
બગીચાના માલી નો પરિચય ગમ્યોં અને તેના બાગ સાથે મળવાનો આનંદ પણ થશે. કારણ માલી છો તો બગીચો સુંદર જ હોય…
bhai..! tamara baghicha ma begadi besi ne anand aavyo.gani yado ne taji hava mali. tamaro baagh mane khub gamyo….aavto rahish karan ke baghicha mane khub game chhe…..
શ્રી ચંદ્રકાંતભાઇ, આપ આવ્યા અને આપને આનંદ થયો એ જાણીને મારું મન ઘણું હરખાય છે. મારો બગીચો બનાવવાનો ધ્યેય પણ એ જ હતો કે આવનારને અહી આવવાનો આનંદ રહે. આપના સુંદર શબ્દો બદલ આ માળી આપનો હ્રદય પુર્વક આભાર માને છે. મારા બગીચાને આપ પોતાનો બગીચો સમજીને ગમે ત્યારે આવી શકો છો, આપની ખાટી-મીઠી વાતોને અહી સૌની સાથે વહેંચી શકો છો. જીવનમાં હરિયાળી ફેલાવવી એ જ તો મારું કામ છે, તેમાં કોઇ પુર્વગ્રહને સ્થાન નથી. બીજી વાતો ફરી મળીશું ત્યારે.. બસ, આમ જ મળતા રહેજો. મને બહુ મઝા આવશે.
bhai ,,hu sree ne layak nathi,,,tamara bagh ma aavavanu aamantran swikaru chhu………
આપ મળવા જેવા માણસ છો.
આભાર્
this is the best example of true Gujarati person. Loved your garden, please plants more and more. thank you so much
very nice… darshit…! “BAGICHA NO MAALI” mne bagicho gmyo ho…!
I like your article and name .Now i am fed up with gujarati newspaper same news different name. Thanks a lot.
Parag
Fort Mcmurray.AB
Nice one
સરસ બ્લોગ બનાવ્યો છે.મેં આજે મન મુકીને તમારા બગીચાની મજા માની .સુ તમે મને મારા બ્લોગ બનાવામાં મદદ કારસો ?
શ્રી આકાશભાઇ,
આપ અહી પધાર્યા અને મારા બગીચાને આપે મન મુકીને માણ્યો તે ઘણું ગમ્યું. ખુબ-ખુબ આભાર.
આપને બ્લોગ બનાવવામાં હું કંઇક ઉપયોગી બની શકુ તો મને અત્યંત આનંદ થશે.
ભાઈ મારા બ્લોગ તમે ચેક કરો http://akashgauswami.blogspot.com મારે કઈ રીતે આ બ્લોગ સારું બનવું તે તમે મને જણાવો અને બ્લોગ ના ટોપિક કઈ રીતે લાઈન માં ગોઠવું તે જવાનો તો તમારો ખુબ ખુબ આભાર ….
શ્રી આકાશભાઇ,
આપનો બ્લોગ “બ્લોગર.કોમ”(Blogger.com) ઉપર છે એટલે તેના સેટીંગસ વિશે મને વધારે ખ્યાલ તો નથી. પણ મારા જ્ઞાન પ્રમાણે બ્લોગને સારો બનાવવા કેટલીક મહત્વની વાત આપને કહી શકું છું. જેમ કે…
– સરળતા અને સુંદરતાને જાળવી રાખવા.
– બને ત્યાં સુધી કોપી-પેસ્ટ જેવી પોસ્ટથી દુર રહેવું.
– જે કંઇ પણ લખીએ તે જાતે લખવાનો પ્રયાસ કરવો.
– કયાંય અન્ય કવિ કે લેખકની કવિતા કે લેખ મુકો ત્યારે તેમના નામ નો ઉલ્લેખ અવશ્ય કરવો.
તમારો ખુબ ખુબ આભાર આ માહિતી માટે
આપનો પણ આભાર આકાશભાઇ.. મળતા રહેજો.. અને વહેંચતા રહેજો.
દર્શિતભાઈ આપનો બ્લોગ ખરેખર ઘણો સુંદર છે તમારો બ્લોગ જ્યારે હું જોવું છુ ત્યારે મારી આંખો સમક્ષ બગીચાનું દ્રશ્ય ખડુ થાય છે
Darshitbhai,
I am for the 1st time to your Blog.
Nice to know you & your Blog.
I see the comments posted in Gujarati.
My comment in English…..from my heart.
Best Wishes for your Blog.
Congratulations !
Welcome to the Gujarati WebJagat !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar again..& thanks for your 1st visit there.
દર્શિત જી,
મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આભાર
તમારો બગીચો સાચે જ લીલોછમ છે
ખુબ જ રોચક અને માહિતી થી ભરપુર છે તમારો બ્લોગ.
મને વાંચવાની બહુ જ મઝા આવી.
આપનો બગીચો હમેશાં હર્યો ભર્યો લીલોછમ રહે, અને બગીચામાં સુન્દર રંગ બેરંગી પુષ્પો ખીલતા રહે જેની
ખુશ્બુ સાહિત્ય રસિકો, લેતા રહે એજ શુભેચ્છા.
દર્શિતભાઇ,
આજે પ્રથમ જ આપના ઉપવનની મુલાકાત લીધી. ખરેખર એવી જ લાગણી થઇ જેવી સમી સાંજે પ્રીય પાત્ર સાથે બગીચાની લટાર મારતા થાય છે. લખતા રહેજો અને બ્લોગ વનમા મળતા રહેજો
મારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર
Komal
http://ajvaduu.wordpress.com/
દર્શિતભાઈ ,તમારા બગીચાના ફૂલોની સુગંધ માણીને આનંદ આનંદ થઇ ગયો.
આદરણીયશ્રી. દર્શિતભાઈ
આપના બગીચાની આજે વહેલી સવારે
ગજબની લ9ક ભગવાને મેળવી આપી.
સાચેજ સાચ ” બગીચાના સ્વામી ” છો
આપના બગીચામાં ફરવાની ખુબજ મજા પડી સાહેબ.
આપની લખવાની શૈલી નોખી – અનોખી છે તે ખુબ જ ગમી સાહેબ
સાહેબ હું તો બસ એટલું જ કહું કે આપના સજાવેલ બગીચાની મહેક
ખુબજ દુર દુર સુધી ફેલાય અને આપ ખુબ નામના મેળવો એવી
અંતરની શુભકાનાઓ.
ડૉ.કિશોરભાઈ એમ.પટેલ
શ્રી દર્શિતભાઈ
સુંદર બગીચો સુંદર વાતાવરણ અને સુંદર પુપ્ષમાળા.
રંગ બેરંગી ફૂલો જેવી જ આપણી ઓળખ આપવાની કળા.
આપના બેક ગ્રાઉન્ડના બગીચા જેવું જ ચિત્ર કેનેડામાં એક
પાર્ક આવેલો છે તેવું છે. ખુબ સરસ મજાનો બગીચો.
Nice blog. I like to read your words.
very nice
બગીચાનો માલી ખરા અર્થમાં જો કહીએ તો દોસ્ત જ છે કેમકે ઘણી વાર આપણે આપના ઘણા હોવા છતાં જીવન નો આપનો સાચો રહી દોસ્તને સમજી એ છીએ અને તેને આપણે જીવનની આપની દરેક અંગત વાતો,તકલીફોમાં સલાહ લેવામાટે આગળ કરીએ છીએ અને જો દોસ્ત આપણને સાચી હમદર્દી આપે અને દુખ માં સાથે રહી આપણને સાથ આપે તો મુરજયેલો આપના જીવનનો બાગ ખરેખર ખીલી ઊઠે છે અને જિંદગી જીવવા માટે નવું જીવન મળી છે…માટે બગીચાનો સાચો માળી દોસ્ત છે …
તમારા વિચારો ખરેખર બગીચાનું ખાતર છે જો દરેકના જીવનમાં આપના જીવા માલી મળી જાય તો જીવન આપના બગીચા જેવુ સુંદર બની જાય……..
સરસ બ્લોગ બનાવ્યો છે..તમારો બ્લોગ.
વાંચવાની બહુ જ મઝા આવી.
દર્શિતભાઈ આ એક શાયર તામારા બગીચામા જીવન ના ફુલ લેવા આવ્યો છે…..તમારો બ્લોગ જોયો અને બહુ મોડો આવો એવુ લાગ્યુ ….. હુ એક શાયર હુ એટ્લે જતા જતા એક શાયરી કહુ છુ
˙·٠•ღ♥ક્યારેય એને નજર-અંદાજ ના કરો…
જે તમારી ખુબ સંભાળ રાખે છે,
નહીતર ક્યારેક તમને ખબર પડસે કે…
પત્થર જમા કરતા કરતા એક હીરો ખોઈ દિધો છે ♥ღ•٠·
વાહ શાયર સાહેબ.. આવી સુંદર શાયરી પર જીવનના ઘણાં ફુલો કુરબાન..
મારા બગીચામાં આપનું સ્વાગત છે.
Dear
Do download “Shreenathji Application” Which is Directed by me..have darshan enjoy..
Link : http://www.shreenathjibhakti.org/app/index.htm
Dr Sudhir Shah
slogan : Samay + Samaj + Sanjog = Santosh
સમય + સમજ + સંજોગ = સંતોષ
મેહુલભાઇ આપ ઘણુ જ સારુ અને સાચુ લખો છો આપ મહુવા આવો તો અમારા બગીચામા પ્લાંટેશનમા જરુરથી પધારશોજી
મારા ફેસબુક પર પણ આપ પધારો એવી ઈચ્છા છે જેથી મારી સાથે સાથે મારા મિત્રો પણ લીલપની ઠંડક અનુભવે.my address..harshavaidya.
જસ્ટ હમણા જ તમારો બ્લોગ જોયો , મજા ની સુગંધ . . !
અનાયાસે જ આવી ચડ્યો… સુંદર બગીચો !
આભાર દોસ્ત.
That was a great great great expirience to visit your blog. khub-khub aanand thayo tamaro blog vanchi ne. ane ema pan jyare tame tamara PITA hova no prem Vraj mate khub j sundar rite alankit kryo chey. mane te khub gamyu… vadhu lakhta rahejo tamara baag ma mare roj aavu padse tevu lage chey kem ke mari nani Angle ne pan bagicha ma ramvani bahu maja pade chey………:)
બગીચાના મળી શ્રી,
આપના બગીચા માં ફરી એક વાર ફર્યો અને આપની પોસ્ટની હરિયાળી માણી મઝા આવી ગઈ, હો!
વિચારોના હરિયાળા સરનામે મળી આનંદ થયો. આંખ ઠરે એવો છે આપનો બગીચો.
નીરવભાઈના બ્લોગમાં રખડતા રખડતા બગીચામાં આવી ચડ્યો છું. યાદ નથી છેલ્લે બગીચામાં ક્યારે ગયો હતો. કદાચ બાળપણમાં બાપુ સાથે ગયો હતો. આ બગીચો તો ઘણો અલગ અને અદભુત છે.
અને હા, બગીચામાં પાણી પાતા રેહજો!
– મોનોમોર્ફર
સજ્જન શ્રી ,
જય હો.
કુદરત-નિસર્ગની નજદીક જવાથી ચોક્કસ એક ભીતરી શુકૂન -ભીનાશ વાળી શીતળતા નો સહજ એહસાસ અંકે થાય છે.સારું લાગે છે.બગીચાનો લીલો રંગ આમેય આંખોને ઠંડક આપે ..ગમે। …
બસ સુખની ક્ષણો વહેંચતા જાઓ અને ખુશ થવું અને રહેવું એજ મકસદ !આભાર।
=લા’કાન્ત / 23-8-13
really nice blog..
एक ओर गज़ल अघुरा जाम ना हो जाये,
कही लिखते लिखते युँ शाम ना हो जाये.
rekha patel ( vinodini)
http://vinodini13.wordpress.com
ભાવ ને કામ બંને ઉત્તમ પછી બગીચો કેમ મહેક્યા વગર રહે.સરસ ને સુંદર.
રમેશ પટેલ(આકાશદીપ)
Bhai aankh mathi pani aavi gaya hoooooooooo……. 🙂
khub sundar bagicho che, halvi shaili ma pan zindgi ni ghani mahtvani vato raju karvani rit gami. aap vadhu lakhta raho evi subhhecha
extraordinary garden(blog) I have ever spend time on.
“બગીયાનો માળી” એ મારી ખૂબ ગમતી વાત છે. એના પર લખેલી બે પંક્તિ મારા જીવનની કહાની છે.
“ફુલવાડી સિંચિત થઈ ફળ ફુલથી ઉભરાઈ
માળી વિણ બગિયાની હું મહેક માણું છું “.
આનો અર્થ ન સમજ્યા હોય તો ખુલાસો માગી શકો છો !
કેટલીક વાતો એમ જ સમજાઇ જતી હોય છે એટલે ખુલાસાની જરૂર જ નથી રહેતી.
આપના સુંદર શબ્દો બદલ આભાર.. મારા બગીચામાં આપનું સ્વાગત છે.
nice thoughts 6 aapana
મારા વિચારો આપને ગમ્યા એ મને ઘણું ગમ્યું.. 🙂